Gujarati News

Gujarati News

News of Thursday, 9th May 2019

યુ.એસ.ની યુનિવર્સિટી ઓફ મેસ્સેચ્યુએટસ એમ્સ્ટરની કોલેજ ઓફ એન્જીનીઅરીંગના ડીન તરીકે ઇન્ડિયન અમેરિકન પ્રોફેસર શ્રી સંજય રામનની નિમણુંકઃ ઓગસ્ટ ૨૦૧૯થી હોદો સંભાળશે

વર્જીનીઆઃ યુ.એસ.ની યુનિવર્સિટી ઓફ મેસ્સેચ્યુએટસ એમ્સટરની કોલેજ ઓફ એન્જીનીઅરીંગના નવનિયુકત ડીન તરીકે ઇન્ડિયન અમેરિકન શ્રી સંજય રામનની નિમણુંક થઇ છે.

શ્રી સંજય વર્જીનીઆ ટેક નેશનલ કેપિટલના એશોશિએટ વાઇસ પ્રેસિડન્ટ છે. તથા વર્જીનીઆ ટેક એટલાઇડ રિસર્ચ કોર્પોરેશનના પ્રેસિડન્ટ અને CEO છે. જેમને યુનિવર્સિટીના સિનીઅર વાઇસ ચાન્સેલર ફોર એકેડેમિક અફેર્સ જોહન જે એમ્સીકાર્થીએ ઉપરોકત હોદા ઉપર નિમણુંક આપતા જણાવ્યું હતું કે શ્રી સંજયના અનુભવનો કોલેજને લાભ મળશે. તેઓ ઓગસ્ટ ૨૦૧૯થી હોદો સંભાળશે.

શ્રી સંજયએ ૧૯૯૮ની સાલમાં યુનિવર્સિટી ઓફ મિચીગનમાંથી ઇલેકટ્રીકલ એન્જીનીઅરીંગ સાથે ડોકટરેટ ડીગ્રી મેળવેલી છે.

(8:14 pm IST)