Gujarati News

Gujarati News

News of Saturday, 13th April 2019

વૈશાખી ઉત્સવ ઉજવવા ભારતના ૨૨૦૦ ઉપરાંત શીખો પાકિસ્તાન પહોંચ્યાઃ ગુરૂ નાનકદેવના જન્મસ્થાન નનકાના સાહેબ સહિત જુદા જુદા પ્રાંતોમાં આવેલા ગુરૂદ્વારાની મુલાકાત લેશેઃ ગુરૂ નાનકદેવની ૫૫૦મી જન્મ જયંતિ નિમિતે ભારત સરકાર દ્વારા મોટી સંખ્યામાં વીઝા આપવાનું ચાલુઃ કરતારપુર કોરિડોર ખુલ્લો મુકાયો

લાહોરઃ પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં આવેલા હસન અબ્દાલ ખાતેના ગુરૂદ્વારા પંજા સાહિબ ખાતે વૈશાખી ઉત્સવ ઉજવવા ભારતથી ૨૨૬૬ શીખો પાકિસ્તાન પહોંચ્યા છે. સ્પેશ્યલ ટ્રેન દ્વારા ગયેલા આ યાત્રિકોની સુરક્ષા માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે.

૧૦ દિવસના પ્રવાસ દરમિયાન તેઓ ગુરૂનનકાના સાહેબના જન્મસ્થાન સહિત પાકિસ્તાનના જુદા જુદા પ્રાંતોમાં આવેલા ગુરૂદ્વારાની મુલાકાત લેશે તથા ૨૧ એપ્રિલના રોજ ભારત પરત ફરવા માટે રવાના થશે.

ઉલ્લેખનીય છે ગુરૂનાનક દેવની ૫૫૦મી જયંતિ નિમિતે ભારત સરકાર મોટી સંખ્યામાં શીખ તીર્થ યાત્રાળુઓને પાકિસ્તાન જવા માટેના વીઝા મંજુર કરશે. તેમજ આ માટે કરતારપુર કોરિડોર પણ ખોલી નાખયામાં આવ્યું છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:41 pm IST)
  • અલ્પેશ ઠાકોરનું ધરાસભ્યપદ છીનવવા કોંગ્રેસે તૈયાર કર્યો ડ્રાફ્ટ : 7 જેટલા વકીલોની ટીમે તૈયાર કર્યો ડ્રાફ્ટ :કોર્ટની અંદર મજબૂત લડાઈ લડવા તમામ શક્યતાઓને ધ્યાનમાં રાખી ડ્રાફ્ટ તૈયાર :પ્રમુખ અમિત ચાવડાની ડ્રાફ્ટને મંજૂરી મળતા કોંગ્રેસ શરૂ કરશે કાર્યવાહી :અલ્પેશનું ધરાસભ્યપદ છીનવવા કોંગ્રેસ સોમવારે ઉતરશે મેદાને access_time 1:56 pm IST

  • નવસારી :14.74 લાખની રોકડ જપ્ત : ઈલેક્શન કમિશનના SAT સ્ક્વોડે રોકડ ઝડપી: મરોલી ચાર રસ્તા ચેકપોસ્ટ પાસેથી ઝડપાયા રૂપિયા: સચિન GIDCમાંથી ઉઘરાણી કરી રૂપિયા લઈ જવાતા હતા કાર સાથે એક શખ્સની ધરપકડ access_time 1:52 pm IST

  • મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિવિનાથ ગુજરાત આવશે access_time 3:23 pm IST