Gujarati News

Gujarati News

News of Saturday, 13th April 2019

ઘરેલુ હિંસા તથા સેકસી હુમલાઓનો ભોગ બનતી સાઉથ એશિઅન મહિલાઓ માટે કાર્યરત સંસ્થા ''દયા'': યુ.એસ.ના હયુસ્ટનમાં ૩૧ માર્ચના રોજ ''દયા ડે'' ઉજવાયોઃ પીડિત મહિલાઓને મદદરૂપ થવા ફંડ રેઇઝીંગ પ્રોગ્રામનું આયોજન કરાયું

હયુસ્ટનઃ યુ.એસ.માં ઘરેલુ હિંસા અને સેકસી હુમલાનો ભોગ બનતી મહિલાઓ માટે કાર્યરત 'દયા'ના ઉપક્રમે ૩૧ માર્ચ ૨૦૧૯ના રોજ હયુસ્ટનમાં 'દયા ડે'ઉજવાઇ ગયો જે અંતર્ગત ફંડ રેઇઝીંગ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું.

હિંસા તથા સેકસી હુમલાઓ ભોગ બનતી મહિલાઓને રક્ષણ આપવા કાયદાકિય લડત આપવા તેમજ આરોગ્ય સેવા ઉપરાંત આશ્રય આપવા કાર્યરત દયાના ઉપક્રમે યોજાઇ ગયેલા આ પ્રોગ્રામમાં પીડિત મહિલાઓએ પોતાના અનુભવો વર્ણવી તેમને મળેલી મદદનું વર્ણન કર્યુ હતું.

પીડિત મહિલાઓને મદદરૂપ થવા ૪ લાખ ડોલર ભેગા કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હોવાનું IAN દ્વારા જાણવા મળે છે.

(8:39 pm IST)
  • અમદાવાદ : ચુંટણી ટ્રેનીંગ દરમિયાન પોસ્ટલ વિભાગના કર્મચારીનું હાર્ટએટેકથી સ્થળ પર જ મોત નિપજ્યું :બી.એ. મેડિકલ કોલેજમાં ઓડીટોરીયમમાં કર્મચારી પ્રિસાઈડીંગ ઓફિસરની ટ્રેનિંગ લેતા હતા access_time 2:12 pm IST

  • મુસલમાનોને ચેતવણી આપવાના મામલે મેનકા ગાંધીને ચૂંટણી આયોગે નોટિસ ફટકારી :ચૂંટણી આયોગના અધિકારી મુજબ આ મામલે ગંભીર ગણ્યો :સુલતાનપુર જિલ્લા અધિકારીએ મેનકા ગાંધીને કારણદર્શક નોટિસ આપી ;રિપોર્ટ ચૂંટણી આયોગને મોકલ્યો access_time 1:02 am IST

  • અલ્પેશ ઠાકોરનું ધરાસભ્યપદ છીનવવા કોંગ્રેસે તૈયાર કર્યો ડ્રાફ્ટ : 7 જેટલા વકીલોની ટીમે તૈયાર કર્યો ડ્રાફ્ટ :કોર્ટની અંદર મજબૂત લડાઈ લડવા તમામ શક્યતાઓને ધ્યાનમાં રાખી ડ્રાફ્ટ તૈયાર :પ્રમુખ અમિત ચાવડાની ડ્રાફ્ટને મંજૂરી મળતા કોંગ્રેસ શરૂ કરશે કાર્યવાહી :અલ્પેશનું ધરાસભ્યપદ છીનવવા કોંગ્રેસ સોમવારે ઉતરશે મેદાને access_time 1:56 pm IST