Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

સિંગાપોરમાં દિવાળીની મધરાત્રે ફટાકડા ફોડવા બદલ ભારતીય મૂળના યુવાન જીવન અર્જુનને ૩ સપ્તાહની જેલ : ૬ નવે. ર૦૧૮ ના રોજ મધરાત્રે ૩-૩૦ કલાકે રહેણાંક વિસ્તારમાં ફટાકડા ફોડી ખલેલ પહોંચાડવા બદલ સજા ઉપરાંત પ હજાર સિંગાપોર ડોલરનો દંડ

સિંગાપોર : સિંગાપોરમાં દિવાળી તહેવારની ઉજવણી પ્રસંગે રહેણાંક વિસ્તારમાં ફટાકડા ફોડવા બદલ  ભારતીય મૂળના ર૯ વર્ષીય યુવાન જીવન અર્જુનને ૩ સપ્તાહની જેલ તથા પાંચ હજાર સિંગાપોર ડોલરનો દંડ કરાયો છે.

તેણે ૬ નવે. ર૦૧૮ ના રોજ વહેલી સવારે ૩.૩૦ કલાકે  રહેણાંક વિસ્તારમાં ફટાકડાઓ ફોડી લોકોને ખલેલ પહોંચાડવાનો આરોપ હતો. જો કે તેનાથી કોઇ જાનહાનિ કે નુકશાન થયા નહોતા તેવું સમાચાર સુત્રો દ્વારા જાણવા મળે છે.

(12:00 am IST)