Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

'' ઇન્ડિયન હેરીટેજ એવોર્ડ'' યુ.એસ.ના કેલિફોર્ર્નિયામાં ઇન્ડિયન અમેરિકન હેરીટેજ ફાઉન્ડેશનના ઉપક્રમે યોજાઇ ગયેલો એવોર્ડ વિત્તરણ સમારોહઃ હાઇસ્કુલ તથા મિડલ સ્કૂલમાં અભ્યાસ કરતા ઇન્ડિયન અમેરિકન સ્ટુડન્ટસને સ્કોલરશીપ, કોમ્યુનિટી સર્વિસ,કલ્ચર તથા સ્પોર્ટસ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ એવોર્ડ તથા ટ્રોફી આપી સન્માનિત કરાયા

કેલિફોર્નિયા : યુ.એસ.માં ઇન્ડિયન અમેરિકન હેરિટેજ ફાઉન્ડેશનના ઉપક્રમે ૭ એેપ્રિલ ર૦૧૯ ના રોજ કેલિફોર્નિયામા ૩૩ માં ઇન્ડિયન હેરિટેજ એવોર્ડ વિતરણ સમારંભ યોજાઇ ગયો.

શેરેટોન હોટલમાં લંચ સાથે યોજાઇ ગયેલા આ ગાલા પ્રોગ્રામમાં મિડલ સ્કૂલ તથા હાઇસ્કૂલમાં અભ્યાસ કરતા તેજસ્વી ઇન્ડિયન અમેરિકન વિદ્યાર્થીઓન સ્કોલરશીપ, કોમ્યુનિટી સર્વિસ કલ્ચર  તથા સ્પોર્ટસ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા.

(9:03 pm IST)