Gujarati News

Gujarati News

News of Wednesday, 10th April 2019

''રામનવમી ઉત્સવ'': અમેરિકામાં શ્રી સ્વામિનારાયણ મંદિર નોર્વાક કેલિફોર્નિયા મુકામે ૧૨ થી ૧૪ એપ્રિલ ૨૦૧૯ દરમિયાન થનારી ઉજવણીઃ પોથીયાત્રા,કથા,કિર્તન,તથા આરતી સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો

કેલિફોર્નિયાઃ યુ.એસ.માં શ્રી સ્વામિનારાયણ મંદિર નોર્વાક કેલિફોર્નિયા મુકામે ૧૨ એપ્રિલથી ૧૪ એપ્રિલ ૨૦૧૯ દરમિયાન રામનવમી ઉત્સવ ઉજવાશે. જે અંતર્ગત ભકિત ચિંતામણી પરચા પ્રકરણ કથા વંચાશે. જેના વકતા તરીકે પૂજય નિલકંઠ સ્વામી બિરાજશે તથા પૂજન અને પ્રવચન પૂજય ભકિત સ્વામી દ્વારા કરાશે.

ત્રિદિવસિય ઉજવણી દરમિયાન ૧૨ એપ્રિલ શુક્રવારે સાંજે ૬:૩૦ કલાકે પોથીયાત્રા નીકળશે. સાંજે સાત કલાકે આરતી થશે. બાદમાં મહાપ્રસાદનું આયોજન કરાયું છે. ત્યારબાદ ૭.૩૦ થી ૯.૩૦ દરમિયાન કથા થશે.

૧૩ એપ્રિલ શનિવારે કથાનો સમય સાંજે પાંચ વાગ્યાનો રહેશે. તથા સાત વાગ્યે કથા વિરામ બાદ આરતી થશે. બાદમાં મહાપ્રસાદનું આયોજન છે.

૧૪ એપ્રિલ રવિવારે રામનવમી આરતી બપોરે  થશે. તથા ૪થી ૬.૩૦ વાગ્યા દરમિયાન કથા થશે. આરતી સાત વાગ્યે થશે. બાદમાં ફરાળની વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારબાદ રાત્રે ૮-૧૦ વાગ્યાથી ૧૦-૧૦ વાગ્યા દરમિયાન કિર્તન તથા પ્રવચન થશે. બાદમાં ૧૦-૧૦ કલાકે આરતી થશે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(9:21 pm IST)