Gujarati News

Gujarati News

News of Friday, 13th March 2020

બ્રિટને વિઝા ફીમાં વધારો કર્યો : ભારતીય મૂળના ફાઇનાન્સ મિનિસ્ટર શ્રી ઋષિ સુનકે ઇમિગ્રેશન હેલ્થ સરચાર્જ 38 હજાર રૂપિયામાંથી વધારીને 60 હજાર રૂપિયા કર્યો : ભારતીયોને સૌથી વધુ અસર થશે

લંડન : બ્રિટનના નવનિયુક્ત ફાઇનાન્સ મિનિસ્ટર ભારતીય મૂળના શ્રી ઋષિ સુનકે તેમનું સૌપ્રથમ બજેટ હાઉસના નીચલા સદનમાં રજૂ કર્યું હતું.જેમાં તેમણે ઇમિગ્રેશન હેલ્થ સરચાર્જ જે 38 હજાર રૂપિયા હતો તે વધારી દઈ 60 હજાર રૂપિયા કરવાની ભલામણ કરી છે.
શ્રી સુનકે જણાવ્યું હતું કે વિદેશીઓ બ્રિટનની હેલ્થ સેવાઓનો લાભ લે છે તેને અમે આવકારીએ છીએ પરંતુ સાથોસાથ તે માટે થતા ખર્ચમાં પણ હિસ્સેદારી હોવી જોઈએ.
ઉલ્લેખનીય છે કે બ્રિટનમાં હેલ્થ સરચાર્જ 2015 થી શરૂ કરાયો છે.જે 19 હજાર હતો તે વધારીને ડબલ એટલેકે 38 હજાર કરાયો હતો અને હવે 60 હજાર કરાતા બ્રિટન માટેના વિઝા મોંઘા થયા છે.

(12:00 am IST)