Gujarati News

Gujarati News

News of Wednesday, 13th February 2019

ફ્રાંસના વીઝા મેળવવા અરજી કરનારા ભારતીયોની સંખ્‍યામાં છેલ્લા પાંચ વર્ષમાં ૧૮૦ ટકાનો વધારોઃ ઉચ્‍ચ અભ્‍યાસ માટે જનારા ભારતીય સ્‍ટુડન્‍ટસની સંખ્‍યામાં છેલ્લા એક જ વર્ષમાં ૫૪ ટકાનો વધારો

ફ્રાંસઃ ફ્રાંસ જવા માટે વીઝા અરજી કરનારા ભારતીયોની સંખ્‍યામાં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન ૧૮૦ ટકાનો વધારો નોંધાયો છે.

વિદેશોમાંથી ઉચ્‍ચ અભ્‍યાસ માટે ફ્રાંસ આવતા સ્‍ટુડન્‍ટસની સંખ્‍યા દર વર્ષે ૪ લાખ જેટલી થઇ જાય છે. ભારતથી ફ્રાંસ જતા સ્‍ટુડન્‍ટસની સંખ્‍યામાં ૨૦૧૭-૧૮ની સાલમાં ૫૪-૫ ટકાનો વધારો નોંધાયો છે. જે ૨૦૨૦ની સાલ સુધીમાં હજુ વધુ થશે. જે માટે ફ્રાંસનું શિક્ષણ તથા સરકાર દ્વારા અપાતી સબસીડી મુખ્‍ય કારણ છે.

ઉપરાંત ફ્રાંસ અને ભારત વચ્‍ચે શિક્ષણ, સ્‍માર્ટ સીટી, સ્‍પેસ, સહિત વિવિધ ક્ષેત્રે સમીટ તથા આદાન પ્રદાન થાય છે.

(8:38 pm IST)