Gujarati News

Gujarati News

News of Wednesday, 13th February 2019

'NRI મેરેજ રજીસ્ટ્રેશન બિલ' રાજ્યસભામાં રજુ : લગ્ન કર્યા પછી ત્યાગી દેવાતી ભારતની યુવતીઓને રક્ષણ આપવાનો હેતુ : લગ્નના 30 દિવસમાં રજીસ્ટ્રેશન ન થાય તો પાસપોર્ટ રદ કરવાની જોગવાઈ

ન્યુદિલ્હી : વિદેશમંત્રી સુશ્રી સુષ્મા સ્વરાજે 11 ફેબ્રુ 2019 ના રોજ રાજ્યસભામાં NRI મેરેજ રજીસ્ટ્રેશન બિલ રજુ કર્યું હતું આ બિલમાં કરાયેલી જોગવાઈ મુજબ  લગ્નના 30 દિવસમાં રજીસ્ટ્રેશન ન કરાવવામાં આવે તો પાસપોર્ટ રદ કરાશે

 બિલનો હેતુ ભારતની યુવતીઓ સાથે બનાવટી લગ્ન કરી તેમને છેહ દેતા અથવા વિદેશ લઇ જઈ ત્રાસ આપી ત્યાગી દેવાતી યુવતીઓને રક્ષણ આપવાનો છે.

(12:45 pm IST)