Gujarati News

Gujarati News

News of Wednesday, 13th February 2019

હું અશ્વેત છું અને તે માટે મને ગૌરવ છે : જે લોકો અશ્વેત પ્રત્યે અરુચિ ધરાવે છે તેમને સમજાવવા હું સમય વેડફવા નથી માંગતી : રેડીઓ ઇન્ટરવ્યુ માં અમેરિકાના પ્રેસિડન્ટ પદના ઇન્ડિયન અમેરિકન મહિલા ઉમેદવાર સુશ્રી કમલા હેરિસનું સ્પષ્ટ મંતવ્ય

ન્યુયોર્ક : તાજેતરમાં ન્યુયોર્ક મુકામે  અમેરિકાના પ્રેસિડન્ટ પદના ઇન્ડિયન અમેરિકન મહિલા ઉમેદવાર સુશ્રી કમલા હેરિસનો  બ્રેકફાસ્ટ ક્લબ રેડીઓ દ્વારા ઇન્ટરવ્યુ લેવાયો હતો.જેમાં તેઓને તેમના શ્યામ વર્ણ વિષે પૂછવામાં આવ્યું હતું તથા અમેરિકામાં અશ્વેત લોકો પ્રત્યે અરુચિ હોવાનું જણાવ્યું હતું તે અંગે સુશ્રી કમલા હેરિસનો પ્રતિભાવ પુછાયો હતો.

આ અંગે તેમને જણાવ્યું હતું કે હું અશ્વેત છું અને તે બદલ ગૌરવ ધરાવું છું.હું અશ્વેત તરીકે જન્મી છું,અશ્વેત તરીકે જીવીશ અને અશ્વેત તરીકે મરીશ જે લોકો અશ્વેતને ધિક્કારે છે તેમને સમજાવવા હું સમય વેડફવા માંગતી નથી.

(12:23 pm IST)