Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

ઇન્ડિયન અમેરિકન ડેમોક્રેટ કોંગ્રેસ વુમન સુશ્રી પ્રમીલા જયપાલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ : લોકડાઉન દરમિયાન માસ્ક નહીં પહેરવાના આગ્રહી રિપબ્લિકન સાંસદોને જવાબદાર ગણાવ્યા : કેપિટલ હિલ ઉપર ગયા સપ્તાહમાં થયેલા હુમલા વખતે અનેક રિપબ્લિકન સાંસદો માસ્ક વગર જોવા મળ્યા હતા

વોશિંગટન : ઇન્ડિયન અમેરિકન ડેમોક્રેટ કોંગ્રેસ વુમન સુશ્રી પ્રમીલા જયપાલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.જે માટે તેમણે  લોકડાઉન દરમિયાન માસ્ક નહીં પહેરવાના આગ્રહી રિપબ્લિકન સાંસદોને જવાબદાર ગણાવ્યા છે.

તેમણે જણાવ્યું હતું કે  કેપિટલ હિલ ઉપર ગયા સપ્તાહમાં થયેલા હુમલા વખતે અનેક રિપબ્લિકન સાંસદો માસ્ક વગર જોવા મળ્યા હતા.કારણકે હુમલા વખતે તમામ સાંસદોને સલામત ગણાતા રૂમમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં હજુ પણ માસ્ક વગર ફરતા રિપબ્લિકન સાંસદોએ અન્ય સાંસદો તથા સ્ટાફને સંક્રમણનો ભોગ બનાવ્યા હતા.તેવું તેમણે ટવીટરના માધ્યમથી જણાવ્યું છે.

સાથોસાથ કેપિટલ હિલમાં માસ્ક નહીં પહેરનાર આ સાંસદો વિરુદ્ધ શિક્ષાત્મક  કાર્યવાહી કરવા અનુરોધ કર્યો છે.તેમજ માસ્ક પહેરવાનો ઇન્કાર કરનાર સાંસદોને કેપિટલ હિલમાં પ્રવેશ કરતા અટકાવવા અનુરોધ કર્યો છે.તેમના આ મંતવ્યને અનેક સાંસદોએ સમર્થન આપ્યું છે. સુશ્રી જયપાલ હાલમાં આઇસોલેશનમાં છે.

(8:27 pm IST)