Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

" પેરિસ ફેશન વીક 2021 " : આ વર્ષે યોજાનારા ફેશન વીક ઉપર કોરોનાની અસર : દર્શકોને પણ એન્ટ્રી નહીં : ઓનલાઇન આયોજન

ફ્રાન્સ : કોરોના વાઇરસ સામે ઝઝૂમી રહેલા ફ્રાન્સ દેશના સત્તાધીશોએ આ વર્ષે યોજાનારા ફેશન વીક મામલે મોટો નિર્ણય લીધો છે. જે મુજબ દર વર્ષે ફ્રાન્સના પેરિસમાં પુરુષો માટે યોજાતા ફેશન વીક ઉપર આ વર્ષેકોરોનાની અસર થઇ છે. જેમાં દર્શકો માટે પણ પ્રવેશ નિષેધ છે.માત્ર ઓનલાઇન થનારા આયોજન દ્વારા દર્શકો ઘેરબેઠા કેટવોક જોઈ શકશે.

ફેશન વીક આયોજકો  દ્વારા જારી કરાયેલી સૂચના મુજબ દેશમાં સમૂહ ભેગો કરવા ઉપર પ્રતિબંધ હોવાથી આ વર્ષે વસ્ત્રોના નિર્માતાઓ કોઈને આમંત્રિત નહીં કરી શકે.ઓનલાઈન કેટવોક યોજાશે.જેનો લાભ દર્શકો ઘેરબેઠા લઇ શકશે.

ઉલ્લેખનીય છે કે ફ્રાન્સમાં રેસ્ટોરાં ,બાર,મ્યુઝિયમ ,સિનેમા થીએટર, સહીતના સ્થળોએ ભેગા થવા ઉપર પ્રતિબંધ છે.અને નિયમનો ભંગ કરનાર માટે 6 માસની જેલ સજાની જોગવાઈ છે.

(7:15 pm IST)