Gujarati News

Gujarati News

News of Friday, 8th January 2021

આવતીકાલ 9 જાન્યુઆરી 2021 ના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી 16 મા ' પ્રવાસી ભારતીય દિવસ ' નું ઉદઘાટન કરશે : કોરોના વાઇરસને કારણે થનારી વર્ચ્યુઅલ ઉજવણીનું સૂત્ર ' આત્મ નિર્ભર ભારત '

ન્યુદિલ્હી : આવતીકાલ 9 જાન્યુઆરી 2021 ના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી 16 મા ' પ્રવાસી ભારતીય દિવસ ' નું ઉદઘાટન કરશે . આ પ્રસંગે સુરિનામના રાષ્ટ્રપતિ ચંદ્રિકા પ્રસાદ સંતોખી મુખ્ય વક્તા તરીકે ઉદબોધન કરશે .

કોરોના વાઇરસને કારણે થનારી વર્ચ્યુઅલ ઉજવણીનું સૂત્ર ' આત્મ નિર્ભર ભારત ' રાખવામાં આવ્યું છે.ઉજવણી અંતર્ગત યુવાનો માટેની ' ભારતને જાણો ' સ્પર્ધાના વિજેતાઓનું સન્માન કરાશે .

ઉદઘાટન સત્ર બાદ અન્ય 2 સત્રોનું પણ આયોજન કરાયું છે.
પ્રથમ સત્રમાં આત્મ નિર્ભર ભારત વિષે વિદેશ મંત્રી ઉદબોધન કરશે.જયારે બીજા સત્રમાં કોવિદ -19 ના પડકારો સામે લોકોનું સ્વાસ્થ્ય ,દેશનું અર્થતંત્ર ,આંતર રાષ્ટ્રીય સબંધો સહિતના વિષયો ઉપર સ્વાસ્થ્ય મંત્રી ઉદબોધન કરશે.

ઉલ્લેખનીય છે કે મહાત્મા ગાંધી સાઉથ આફ્રિકાથી ભારત આવ્યા તેની સ્મૃતિમાં પ્રવાસી ભારતીય દિવસ ઉજવાય છે.જે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપેયીની સરકાર વખતથી શરૂ કરાયેલી ઉજવણી દર વર્ષે કરાતી હતી.હવે દર બે વર્ષે કરવામાં આવે છે.

(1:14 pm IST)