Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

પોલ ખુલી જવાનો ડર ? : કોરોના વાઇરસની ઉત્તપતી માટે તપાસ કરવા વુહાન આવી રહેલી WHO ની ટીમને ચાઇનીસ સરકારે અટકાવી : વિઝા મંજુર નહીં થયા હોવાનું બહાનું બતાવ્યું

બેજિંગ : કોરોના વાઇરસની ઉતપતીની તપાસ કરવા માટે વુહાન આવી રહેલી વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન WHO ની ટીમને  ચીન સરકારે અટકાવી દીધી છે. જે માટે પોતાની પોલ ખુલી જવાનો ડર હોઈ શકે તેવું અનુમાન થઇ રહ્યું છે.

જોકે ચીન સરકારે આ માટે આપેલા કારણમાં જણાવાયા મુજબ આ ટીમના વિઝા મંજુર થયા નહીં હોવાથી પ્રવેશ આપી શકાય નહીં.

ઉલ્લેખનીય છે કે સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસના કહેરથી છેલ્લા એક વર્ષમાં લાખો લોકો મોતને ભેટ્યા છે.તેમજ કરોડો લોકો સંક્રમિત થયા છે.સમગ્ર વિશ્વનું અર્થતંત્ર તથા માનવ જીવન અસ્તવ્યસ્ત કરી નાખનાર આ કોરોના વાઇરસ ચીનના વુહાન શહેરમાંથી ફેલાયો હોવાનો મોટા ભાગના દેશોનો અભિપ્રાય છે.આ સંજોગોમાં ખરું કારણ જાણવા વુહાન જઈ રહેલી WHO ની ટીમને અટકાવવાનું ચીન સરકારનું પગલું વધુ શંકા પ્રેરી રહ્યું છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:15 pm IST)