Gujarati News

Gujarati News

News of Thursday, 10th January 2019

અમેરિકામાં ૨૦૨૦ની સાલમાં યોજાનારી પ્રેસિડન્ટ પદની ચૂંટણીમાં પ્રજાજનો વિદેશી મૂળના મહિલાને તક આપવા ઉત્સુકઃ ડોનાલ્ડ ટ્રમ્પને ટકકર આપવા ડેમોક્રેટ પાર્ટીના હોટ ફેવરીટ ગણાતાં ૧૦ ઉમેદવારોમાં સ્થાન ધરાવતા ભારતીય મૂળના સેનેટર સુશ્રી કમલા હેરીસનું મંતવ્યઃ ચૂંટણી લડવી કે નહીં તે અંગે ટુંક સમયમાં નિર્ણય લેશે

કેલિફોર્નિયાઃ અમેરિકામાં ૨૦૨૦ની સાલમાં યોજાનારી પ્રેસિડન્ટ પદની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પને ટકકર આપવા માટે ડેમોક્રેટ પાર્ટીના અગ્રણી ૧૦ આગેવાનોમાં શામેલ ભારતીય મૂળના સૌપ્રથમ સેનેટર ૫૪ વર્ષીય સુશ્રી કમલા હેરીસ સ્થાન ધરાવે છે. જેમણે તાજેતરમાં એક નિવેદનમાં જણાવ્યા મુજબ તેઓ આ અંગે ટુંક સમયમાં નિર્ણય લેશે.

તેમણે વધુમાં ઉમેર્યુ હતું કે અમેરિકાના લોકો આ વખતે વિદેશીમૂળના વંશીય મહિલાને મહિલાને તક આપવા ઉત્સુક છે. તેમણે પોતાના પુસ્તક ''એ ટ્રુથ વી હોલ્ડઃ અમેરિકન જર્ની'' ના ગઇકાલ બુધવારે વિમોચન પ્રસંગે ઉપરોકત નિવેદન કર્યુ હતું. તેઓ કેલિફોર્નિયાના સેનેટર છે.

 

(7:57 pm IST)