Gujarati News

Gujarati News

News of Wednesday, 9th January 2019

અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ ભારતીય મૂળના મૃતક પોલીસ ઓફિસર રોનિલ સિંહને " નેશનલ હીરો " ની ઉપમા આપી

વોશિંગટન : અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ ભારતીય મૂળના મૃતક પોલીસ ઓફિસર રોનિલ સિંહને " નેશનલ હીરો " ની ઉપમા આપી બિરદાવ્યા હતા.

26 ડિસેમ્બર 2018 ના રોજ રોનિલ સિંહ ફરજ ઉપર હતા ત્યારે એક ગેરકાયદે વસાહતીએ તેમના ઉપર ગોળીબાર કરી તેઓની હત્યા કરી હતી.આવા ગેરકાયદે લોકોને અમેરિકામા પ્રવેશતા અટકાવવા માટે મેક્સિકો બોર્ડર ઉપર દીવાલ બાંધવાના હિમાયતી ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયને આ ઘટનાથી વેગ મળ્યો છે.તેમણે મૃતકના પત્ની અનામિકાની પણ ટેલિફોનિક સંપર્ક દ્વારા મુલાકાત લીધી હતી.તથા લાગતા વળગતા પોલીસ અધિકારીઓને આરોપી વિરુદ્ધ તાત્કાલિક પગલાં લેવાની હિમાયત કરી હતી.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(1:02 pm IST)