Gujarati News

Gujarati News

News of Saturday, 13th January 2018

‘‘પ્રવાસી ભારતીય દિવસ'' : અમેરિકાના શિકાગોમાં ભારતીય દૂતાવાસના ઉપક્રમે ગઇકાલ ૧૧ જાન્‍યુ. ના રોજ કરાયેલી ઉજવણી : વિદેશોમાં સ્‍થાયી થયેલા વતનીઓ સાથે નાતો તથા સંપર્ક જાળવી રાખવાના ભારત સરકારના પ્રયત્‍નની પ્રશંસા કરાઇ : ડો. ભરત બારાઇ તથા ડો. નિરંજન શાહનું ‘‘પ્રવાસી ભારતીય સન્‍માન'' આપી બહુમાન કરાયું

શિકાગો : અમેરિકાના શિકાગોમાં આવેલા ભારતીય દૂતાવાસના ઉપક્રમે ગઇકાલ ૧૧ જાન્‍યુ. ૨૦૧૮ના રોજ ‘‘પ્રવાસી ભારતીય દિવસ'' ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં અમેરિકા સાથે ભારતનો નાતો વધુ મજબુત થઇ  રહયો હોવાની બાબતને બિરદાવવામાં આવી હતી.

ભારતના એમ્‍બેસેડર સુશ્રી નિતા ભૂષણએ વિદેશોમાં સ્‍થાયી થયેલા વતનીઓ સાથે સંપર્ક તથા નાતો કાયમ જાળવી રાખવાના ભારત સરકારના પ્રયત્‍નની પ્રશંશા કરી હતી. સાથોસાથ આ માટે ભારત સરકારના ઉપક્રમે અવારનવાર યોજાતા કાર્યક્રમોનો ઉલ્લેખ કર્યો હતો.

ઉજવણી અંતર્ગત શિકાગો વિસ્‍તાર તરફથી ડો. ભરત બારાઇ તથા ડો. નિરંજન શાહને ‘‘પ્રવાસી ભારતીય સન્‍માન'' આપી બહુમાન કરાયું હતું.

(11:14 pm IST)