Gujarati News

Gujarati News

News of Saturday, 13th January 2018

‘‘ધર્મજ ડે'': વિદેશોમાં સ્‍થાયી થયેલા ગુજરાતના ધર્મજ ગામના વતનીઓ તથા સ્‍થાનિક લોકો દ્વારા દર વર્ષે ૧૨ જાન્‍યુ. ના રોજ ઉજવાતો દિવસ : યુ.કે, આફ્રિકા, ઓસ્‍ટ્રેલિયા, અમેરિકા સહિતના દેશોમાં સ્‍થાયી થયેલા એક હજાર જેટલા NRI વતનીઓ ઉમટી પડવાની ધારણાં

આણંદ : ગુજરાતના આણંદ જીલ્લામાં આવેલા ધર્મજ ગામમાંથી અનેક લોકો યુ.કે, યુ.એસ.એ, ન્‍યુઝીલેન્‍ડ, કેનેડા, ઓસ્‍ટ્રેલિયા, આફ્રિકા સહિતના દેશોમાં સ્‍થાયી થયોનો રેકોર્ડ છે. આથી આ ગામના લોકો ૨૦૦૭ ની સાલથી ૧૨ જાન્‍યુ. નો દિવસ ‘‘ધર્મજ ડે'' તરીકે ઉજવે છે. એટલું જ નહિં આ દિવસે વિદેશોમાં એક હજાર જેટલા વતનીઓ હાજર રહે છે. તેમજ ૧૨ જાન્‍યુ. ના રોજ ‘‘ધર્મજ ડે'' ની ઉજવણી બાદ ૧૪ જાન્‍યુ. રોજ ઉતરાયણ તહેવારનો આનંદ માણી પાછા જાય છે.

આ વર્ષે આજે સતત ૧૨મો વાર્ષિક ધર્મજ ડે ઉજવાઇ રહયો છે. જેમાં નાઇરોબી ખાતે હાઇકોર્ટના જજ તરીકે સેવાઓ આપનાર સ્‍વ.વિનોદભાઇ પટેલને ‘ધર્મજ રત્‍ન' એવોર્ડ અપાશે જે સ્‍વીકારવા તેમના પુત્ર કેન્‍યા સ્‍થિત શ્રી કેતન પટેલ સહપરિવાર હાજર રહેશે. તથા યુ.એસ.ના શ્રી નરેશ પટેલ મુખ્‍ય મહેમાન તરીકે હાજરી આપશે. આઇ.એ.એસ. અધિકારી શ્રી ભાગ્‍યેશ ઝા ‘‘ચલો જીવન રિચાર્જ કરે'' વિષય ઉપર ઉદબોધન કરશે.

આ ઉજવણીમાં દર વર્ષે સ્‍થાનિક લોકો તથા NRI સહિત  ૩ હજાર જેટલા લોકો જોડાય છે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(11:14 pm IST)