Gujarati News

Gujarati News

News of Saturday, 13th January 2018

‘‘ધ બ્રેડસ્‍ટર્સ -એ ટીનએજર કાર્ટૂન્‍સ ધ હાઇસ્‍કુલ ઇયર્સ'' : યુ.એસ. માં ૧૭ વર્ષીય ઇન્‍ડિયન અમેરિકન તરૂણી માલવિકા ભટૃના છેલ્લા પાંચ વર્ષના કાર્ટુનનો સંગ્રહ : ઓનલાઇન વેચાતા આ પુસ્‍તકથી થનારી તમામ આવક ડીઝાસ્‍ટર રિલીફ માટે વાપરવાનો સંકલ્‍પ : સગીર વયની ભારતીય તરૂણીની કોઠાસૂઝ તથા કાર્ટુન કલાની થઇ રહેલી પ્રશંસા

કેલિફોર્નિયા : યુ.એસ.માં સાન ફ્રાન્‍સિસ્‍કો બે એરીયાની ઇન્‍ડિયન અમેરિકન પરિવારની ૧૭ વર્ષીય યુવતિ માલવિકા ભટૃએ કોમિક કાર્ટુન તથા ચિત્રો ક્ષેત્રે અનેરી સિધ્‍ધી હાંસલ કરી છે.

૮મા ધોરણમાં હતી ત્‍યારથી આ ક્ષેત્રમાં રસ ધરાવતી આ તરૂણીને ભારતની મુલાકાત વખતે જોવા મળેલા રમુજી દશ્‍યો જોઇને તેને ચિત્રોમાં કંડારવાની પ્રેરણા મળી હતી. પરિણામે તેણે આ ક્ષેત્રે હાથ અજમાવતા આજે તેને પાંચ વર્ષ દરમિયાન કાર્ટુન તથા ચિત્રોની બુક ઓનલાઇન એમેઝોન દ્વારા વેચવાનું શરૂ થઇ ગયું છે. અલબત તેણે જણાવ્‍યા મુજબ આ વેચાણમાંથી થનારી આવક તે ડીઝાસ્‍ટર રિલીફ માટે તથા પોતાની સ્‍કૂલ માટે ઉપયોગમાં લેશે. તેની ઓનલાઇન વેચાતી કોમિક સ્‍ટ્રીપનું નામ ‘‘ધ બ્રેડસ્‍ટર્સ-એ ટીનએજર કાર્ટુન્‍સ ધ હાઇસ્‍કૂલ ઇયર્સ '' છે.

(11:12 pm IST)
  • કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્વારમૈયા અને રાજ્યના અન્ય કોંગ્રેસી નેતાઓએ દિલ્હી ખાતે પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી અને જણાવ્યું હતું કે કર્ણાટકમાં કોઇ સત્તા વિરોધી લહેર નથી અને તેમની પાર્ટી આગામી વિધાનસભાની ચૂંટણીમાં પૂર્ણ બહુમતિથી જીત મેળવશે : સિદ્વારમૈયાએ ભાજપને આતંકવાદી કહેલા પોતાના નિવેદન પર માફી માગવાનો આ મુલાકાત દરમ્યાન ઇનકાર કર્યો હતો. access_time 8:54 pm IST

  • મુંબઇથી ઉપડેલું હેલિકોપ્ટર થયું ગુમ : ઓએનજીસીના કર્મચારીઓ સહિત 7 લોકો તેમાં હતા સવાર : હેલિકોપ્ટર સવારે 10.20 કલાકે ઉડ્યું હતું, જે ઓએનજીસીના ઉત્તરીય વિસ્તારમાં 10.58 કલાકે પહોંચવાનું હતું, પરંતુ 10.30 વાગ્યા પછી તેના કોઈ સિગ્નલ મળ્યા નથી. access_time 1:31 pm IST

  • મધ્યપ્રદેશના ગુના જિલ્લામાં દિગ્વિજયસિંહના ગઢ રાઘોગઢમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરોની અથડામણ પછી તણાવભરી સ્થિતિ ફેલાય ગઈ છે : તણાવને ધ્યાનમાં રાખીને, સાવચેતીનાં ભાગરૂપે ત્યાં કર્ફ્યૂ લાદી દેવામાં આવ્યો છે : આગામી સપ્તાહે રાઘોગઢમાં મ્યુનિસિપલ ચૂંટણી યોજાવાની છે. access_time 1:37 pm IST