Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

યુ.એસ.માં કનેકટીકટના ૪થા ડીસ્‍ટ્રીકટમાંથી કોંગ્રેસમેન તરીકે ઉમેદવારી નોંધાવતા ઇન્‍ડિયન અમેરિકન શ્રી હેરી અરોરા : ભારતીયો ને સમાન તકો આપવાની તથા કનેકટીકટનું અર્થતંત્ર મજબુત કરવાની નેમ

કનેકટીકટ : યુ.એસ. સ્‍થિત ઇન્‍ડિયન અમેરિકન શ્રી હેરી અરોરાએ કનેકટીકટના ૪થા ડીસ્‍ટ્રીકટમાંથી કોંગ્રેસમેન તરીકે ઉમેદવારી  નોંધાવી છે.

કનેકટીકટમાં ગ્રીન વીચ નાયક ઇન્‍વેસ્‍ટમેન્‍ટ ફર્મ ધરાવતા શ્રી અરોરા વર્તમાન ડેમક્રેટીક કોંગ્રેસમેનનો મુકાબલો કરશે. તેઓ રિપબ્‍લીકન પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે.

તેઓ અમેરિકામાં વસતા ભારતીયોને તમામ તકો મળતી રહે તે માટે કાર્યરત રહેવાની નેમ ધરાવે છે.તેમજ કનેકટીકટના અર્થતંત્રને મજબૂત બનાવી, હેલ્‍થકેર ક્ષેત્રે સક્ષમ બનાવવા માંગે છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(11:37 pm IST)