Gujarati News

Gujarati News

News of Wednesday, 10th January 2018

૫૦૦ રૂપિયામાં ભારતના નાગરિકોની વ્‍યક્‍તિગત માહિતિ લીક કરનાર UIDAI ઉપર FIR દાખલ કરવી જોઇએઃ UIDAIની પોલ ખોલનાર ટ્રિબ્‍યુનની પત્રકાર સુશ્રી રચના ખેરા ઉપર FIR દાખલ કરવાને બદલે તેને એવોર્ડ આપવો જોઇએઃ અમેરિકન વ્‍હીસલ બ્‍લોવર એડવર્ડ સ્‍નોડેનનો આધાર કાર્ડ મામલે પ્રતિભાવ

વોશીંગ્‍ટનઃ ભારતના નાગરિકોને આધાર કાર્ડ આપવા માટે કાર્યરત ‘‘યુનિક આઇડન્‍ટી ફિકેશન ઓથોરીટી ઓફ ઇન્‍ડિયા (UIDAI) દ્વારા લીક થતી માહિતિ તથા નાગરિકોની પ્રાઇવસીનો થતો ભંગ અંગે પોલ ખોલનાર ટ્રિબ્‍યુનની પત્રકાર સુશ્રી રચના ખેરા ઉપર UIDAIએ ૭ જાન્‍યુ.ના રોજ દાખલ કરેલ FIR વિરૂધ્‍ધ સ્‍નોડેનએ રોષ ઠાલવ્‍યો છે.

અમેરિકન વ્‍હીસલ બ્‍લોચર એડવર્ડ સ્‍નોડેનએ તીખો પ્રતિભાવ આપતા જણાવ્‍યુ હતુ કે FIR પત્રકાર ઉપર નહીં પણ UIDAI ઉપર દાખલ કરવી જોઇએ.

UIDAIની ખામી પ્રત્‍યે અંગૂલિ નિદે૪શ કરનાર પત્રકારને હકીકતમાં એવોર્ડ આપવો જોઇએ. તથા આ ખામી સુધારી લેવી જોઇએ. કારણ કે પાંચસો રૂપિયામાં આધાર કાર્ડ ધારકોની વ્‍યક્‍તિગત માહિતિ લીક કરી દેવાનો પર્દાફાશ આ પત્રકારે કર્યો છે.

જો કે કાનૂન મંત્રી શ્રી રવિશંકર પ્રસાદએ પણ મિડીયા તથા પત્રકારોની સ્‍વાયતતાને નાગરિકોની સ્‍વતંત્રતાની સમકક્ષ ગલાવી છે. તેમણે ઉમેર્યુ હતુ કે FIR કોઇ અજ્ઞાત વ્‍યક્‍તિ સામે નોંધાઇ છે. તેથી તેમણે UIDAIને આ મામલે ટ્રિબ્‍યુન તથા તેની પત્રકારનો સહયોગ લેવાની વાત કરી છે.

(9:00 am IST)