Gujarati News

Gujarati News

News of Wednesday, 10th January 2018

અમેરિકાના ૯૬ શીખ ગુરૃદ્વારાઓમાં ભારતીય અધિકારીઓ માટે પ્રવેશ ઉપર પ્રતિબંધઃ ૧૯૮૪ની સાલમાં પંજાબના અમૃતસરમાં આવેલા સુવર્ણ મંદિરમાં મિલીટ્રીના પ્રવેશ માટે ભારત સરકારને જવાબદાર ગણી લેવાયેલો નિર્ણયઃ કેનેડાના ૧૪ તથા યુ.કે.ના ૬૦ ગુરૃદ્વારાઓમાં પ્રવેશ ઉપર પાબંદી બાદ હવે અમેરિકામાં પણ અમલઃ અલબત્ત, વ્યકિતગત કારણોથી માથુ ટેકવવા માટે આવવા દેવાશે

વોશીંગ્ટનઃ કેનેડામાં ૧૪ અને યુ.કે.માં ૬૦ ગુરૃદ્વારાઓમાં ભારતના સરકારી અધિકારીઓના પ્રવેશ ઉપર પ્રતિબંધ મુકાયા બાદ હવે અમેરિકામાં પણ ૯૬ ગુરૃદ્વારાઓમાં ભારતીય દૂતાવાસ સહિતના સહકારી અધિકારીઓના પ્રવેશ ઉપર પાબંદી મુકવામાં આવી છે.

અમેરિકાના ''શીખ ગૃપ ફોર જસ્ટીસ SFJ તથા''શીખ કો-ઓર્ડીનેશન કમિટી ફોર ઇસ્ટ કોસ્ટ (SCCEC)'' તેમજ ગુરૃદ્વારા પ્રબંધક કમિટી દ્વારા ઉપરોકત નિર્ણય લેવાયો છે. જેના કારણમાં જણાવાયા મુજબ ૧૯૮૪ની સાલમાં પંજાબમાં આવેલા સુવર્ણ મંદિરમાં મિલીટ્રીને પ્રવેશ કરાવવા બદલ ભારત સરકાર જવાબદાર છે.તેના શીખોના ધાર્મિક મામલામાં દખલના કારણે શીખોએ ઘણું સહન કરવું પડ્યુ છે. તેથી ભારતના સરકારી અધિકારીઓ કે પ્રતિનિધિઓ શીખોના નગર કિર્તન કે ધાર્મિક અનુષ્ઠાનમાં પણ શામેલ નહીં થઇ શકે. અલબત્ત, વ્યકિતગત કારણથી માથુ ટેકવવા આવી શકશે તેવી જોગવાઇ કરાઇ છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:11 pm IST)