Gujarati News

Gujarati News

News of Tuesday, 9th January 2018

ભારતમાંથી બાળકો દત્તક અપાવતી યુ.એસ.ની એજન્સીનું લાયસન્સ સસ્પેન્ડઃ ઇન્ડિયન અમેરિકન દંપતિએ ૩ વર્ષીય બાળકીને દત્તક લીધા પછી હિંસા આચરી મોત નિપજાવ્યાના આરોપને ધ્યાને લઇ લેવાયેલો નિર્ણય

ન્યુ દિલ્હીઃ ભારતમાંથી ૩ વર્ષની બાળકી શેરીનને દત્તક લીધા પછી તેના ઉપર હિંસા આચરી મોત નિપજાવવાના આરોપસર યુ.એસ.સ્થિત ઇન્ડિયન અમેરિકન દંપતિ વેસ્લી મેથ્યુ તથા તેમના પત્ની સિની મેથ્યુ હાલમાં જેલમાં છે. આ બાબતને ધ્યાને લઇ ભારત સરકારે ''ઓથોરાઇઝડ ફોરેન એડોપ્શન એજન્સી (AFAA)'' ને સસ્પેન્ડ કરતો હુકમ કર્યો છે. જે આ એજન્સીની બેદરકારીને ધ્યાને લઇ કરાયો હોવાનં સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:10 pm IST)