Gujarati News

Gujarati News

News of Wednesday, 12th December 2018

આપણા બન્નેનો જન્મ ભારતના એક જ પ્રાંતમાં થયો છેઃ આપણે અમેરિકામાં ઇમીગ્રન્ટસના યોગદાનને દીપાવ્યું છેઃ કોંગ્રેશ્નલ કમિટી સમક્ષ ડેટા પ્રાઇવસી અંગે જવાબો આપવા હાજર થયેલા ગુગલના CEO સાથે સુશ્રી પ્રમિલા જયપાલનો સંવાદ

વોશીંગ્ટનઃ યુ.એસ.ની કોંગ્રેશ્નલ કમિટી સમક્ષ ગુગલ સર્ચ એન્જીન ડેટા પ્રાઇવસી વિષયક જવાબો આપવા માટે હાજર થયેલા ગુગલના ઇન્ડિયન અમેરિકન ઘ્ચ્બ્ શ્રી સુંદર પિચાઇ સાથે વાત કરતા ઇન્ડિયન અમેરિકન કોંગ્રેસવુમન સુશ્રી પ્રમિલા જયપાલએ જણાવ્યું હતું કે, આપણા બંનેનો જન્મ ભારતના એક જ પ્રાંતમાં થયો છે. તથા આપણે બન્નેએ અમેરિકામાં ઇમીગ્રન્ટસના યોગદાનને દિપાવ્યું છે. તમે કોર્પોરેટ કંપનીમાં છો જ્યારે હું રાજકારણમાં છું.

ઉલ્લેખનીય છે કે શ્રી પિચાઇનો જન્મ ચેન્નાઇમાં થયો હતો. તેમજ સુશ્રી પ્રમિલાનો જન્મ પણ ચેન્નાઇમાં થયો છે. શ્રી પ્રમિલાએ શ્રી પિચાઇ સાથે સોશીયલ મીડિયાના માધ્યમ દ્વારા હ્યુમન રાઇટ્સ વિષયક ચર્ચાઓ કરી હતી.

(6:59 pm IST)