Gujarati News

Gujarati News

News of Wednesday, 12th December 2018

સિંગાપોરમાં ગર્ભવતી મહિલાને ચાકુ મારવાના આરોપસર ભારતીય મૂળના પતિને 7 વર્ષની જેલ

સિંગાપોર :  સિંગાપોરમાં ગર્ભવતી પત્નીને  ચાકુ મારવાના આરોપસર ભારતીય મૂળના પતિ 30 વર્ષીય જયસેલન એન ચંદ્રશેગરને  7 વર્ષની જેલ સજા તથા 6 કોરડા ફરકારવાની શિક્ષા થઇ છે. જયસેલનના લગ્ન 2013 ની સાલમાં  થયા હતા.ત્યાર પહેલા તેની પત્ની દેહ વ્યાપારના વ્યવસાય સાથે સંકળાયેલી હતી.બંને વચ્ચે સંસાર સુખરૂપ ચાલ્યા પછી ખટરાગ થતા ગયા ડિસેમ્બર માસમાં તેની પત્ની તેની ફ્રેન્ડ સાથે રેડલાઈટ એરિયામાં રહેવા જતી રહી હતી.જ્યાં તેનો પતિ તેને પરપુરુષ સાથે વાત કરતા જોઈ ગયો હતો.જે દરમિયાન પત્નીએ પોતે ગર્ભવતી હોવાનું જણાવતા તેના પેટમાં રહેલું બાળક પોતાનું નથી તેવું કહી તેના પેટ ઉપર ચાકુ મારી દીધું હતું જોકે બાળક બચી ગયું હતું પરંતુ પત્નીએ ફરિયાદ કરતા કોર્ટએ ઉપરોક્ત સજા તથા શિક્ષા ફરમાવી છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:43 pm IST)