Gujarati News

Gujarati News

News of Tuesday, 12th November 2019

યુ.એસ.ના બોસ્ટનમાં ત્રિદિવસિય વર્લ્ડ હિન્દુ કાઉન્સીલ ઓફ અમેરિકા અધિવેશન યોજાયું: સમગ્ર યુ.એસ.માંથી ૪૦૦ ઉપરાંત કોમ્યુનીટી અગ્રણીઓએ હાજરી આપી

બોસ્ટનઃ તાજેતરમાં યુ.એસ.ના બોસ્ટનમાં ૧ નવેં.૨૦૧૯ના રોજ ત્રિદિવસિય ''વર્લ્ડ હિન્દુ કાઉન્સીલ ઓફ અમેરિકા'' અધિવેશન યોજાઇ ગયું.

બોસ્ટન નજીક વોબર્ન સીટીમાં આયોજીત આ અધિવેશનમાં સમગ્ર યુ.એસ.માંથી ૪૦૦ ઉપરાંત પ્રતિનિધિઓ ઉમટી પડ્યા હતા. જેમાં થિંકર્સ, આર્ટીસ્ટસ એજ્યુકેટર્સ, રાઇટર્સ, પબ્લીક પોલીસી મેકર્સ, સહિતના કોમ્યુનીટી અગ્રણીઓનો સમાવેશ થતો હતો.

આ તકે ઉપસ્થિત અગ્રણીઓએ ઇકોનોમી, નોલેજ, કલ્ચર,સહિતના વિવિધ ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી બજાવનાર કોમ્યુનીટી મેેમ્બર્સ સંગઠિત હોવા બદલ ખુશી વ્યકત કરી હતી. તથા અમેરિકાને કર્મભૂમિ બનાવવા બદલ સહુને બિરદાવ્યા હતા.

અધિવેશનની શરૂઆત શંખનાદ, ગણેશ સ્તુતિ તથા દીપ પ્રાગટય, સાથે થઇ હતી. તથા સહુએ પોતાનું અમેરિકન ડ્રીમ સાકાર કરવાનો સંકલ્પ વ્યકત કર્યો હતો.

(8:05 pm IST)