Gujarati News

Gujarati News

News of Tuesday, 12th November 2019

યુ.એસ.ના મેનહટનમાં ઇન્ડો અમેરિકન આર્ટસ કાઉન્સીલના ઉપક્રમે લિટરી ફેસ્ટીવલ યોજાયોઃ અગ્રણી લેખકો તથા કલાકારોએ હાજરી આપી

મેનહટનઃ તાજેતરમાં ઇન્ડો અમેરિકન આર્ટસ કાઉન્સીલ (IAAC)ના ઉપક્રમે મેનહરનમાં ૧૯ તથા ૨૦ ઓકટો.૨૦૧૯ના રોજ પાંચમો વાર્ષિક લિટરરી ફેસ્ટીવલ યોજાઇ ગયો. જેમાં અભિનેત્રી તથા લેખિકા સુશ્રી શિતલ શેઠ, લેખિકા સુશ્રી વીરા હીરાનંદની, તથા સુશ્રી નમ્રતા ત્રિપાઠી સહિતના કોમ્યુનીટી અગ્રણીઓએ ભાગ લીધો હતો.

દ્વિદિવસિય ફેસ્ટીવલમાં ચર્ચા સભા,બુક લોંચીંગ સહિતના આયોજનો કરાયા હતા. જે અંતર્ગત સ્પાઇસ સ્પાઇસ બેબી કૂકબુક, આર્ટ એન્ડ ઇન્ડિપેન્ડન્સ સહિતનાઓનો સમાવેશ થતો હતો.

આ તકે સુશ્રી અંજલિ સચદેવ, શ્રી જેનીફર આકર, સુશ્રી મેઘા મજુમદાર, સુશ્રી સુશામ બેદી, સુશ્રી માયા લંગ, સહિતનાઓએ પ્રાસંગિક ઉદબોધનો કર્યા હતાં.

(8:02 pm IST)
  • ઝારખંડમાં એકલાહાથે ચૂંટણી લડશે જેડીયુ : વિધાનસભા ચૂંટણી માટે પ્રથમ યાદી જાહેર : જેડીયુએ 11 ઉમેદવારોની જાહેરાત કરી : પ્રથમ તબક્કાના મતદાનવાળી સીટો પર જેડીયુએ પોતાના ઉમેદવાર જાહેર કર્યા access_time 1:24 am IST

  • અયોધ્યામાં પાંચ એકર જમીન એકસાથે ઉપલબ્ધ નથી : સરયુના કિનારા પર જમીન અપાય તેવી શકયતા access_time 10:01 pm IST

  • ઝારખંડ વિકાસ મોરચાએ 37 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી : યૌન ઉત્પીડનના આરોપમાં ઘેરાયેલ ધારાસભ્ય પ્રદીપ યાદવને આપી ટિકિટ : ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં ઝારખંડ મુક્તિ મોરચાના નેતૃત્વવાળા મહાગઠબંધનથી અલગ થયેલ ઝારખંડ વિકાસ મોરચાએ બીજી યાદી જાહેર કરી દીધી access_time 1:09 am IST