Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

''વીથ ઓલ ડયુ રિસ્પેકટ'': યુ.એન.ના અમેરિકાના પૂર્વ રાજદૂત ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી નિક્કી હેલીએ લખેલું પુસ્તકઃ અમેરિકાના રાજકારણની ખટપટના ઉલ્લેખ સાથે પ્રેસિડન્ટ ટ્રમ્પની અગવણના કરવા ર સાથીદારોએ આપેલી સલાહનો પુસ્તકમાં ઘટસ્ફોટ

વોશીંગ્ટનઃ યુનાઇટેડ નેશન્શના અમેરિકાના પૂર્વ રાજદૂત ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી નિક્કી હેલીએ ''વીથ ઓલ ડયુ રિસ્પેકટ'' નામક પુસ્તક લખ્યુ છે. જેમાં તેમણે અમેરિકાના રાજકારણમાં ચાલતી ખટપટનો ઉલ્લેખ કર્યો છે. જે મુજબ તેઓને ૨ કોંગ્રેસમેનએ પ્રેસિડન્ટ ટ્રમ્પની અવગણના કરવા જણાવ્યું હતું તેવો ઉલ્લેખ કર્યો છે.

સુશ્રી નિક્કીએ ઉપરોકત પુસ્તકમાં ટ્રમ્પના નજીકના સાથીદાર ગણાતા બંને કોંગ્રેસમેનના નામ સહિત જણાવ્યા મુજબ ટ્રમ્પની અ વગણના કરવાનું કહ્યું હતું.

તેમણે ઉમેર્યુ હતું કે આ બંને મહાનુભાવો પ્રેસિડન્ટ પ્રત્યે નારાજ હોવાથી તેમના ષડયંત્રમાં મને શામેલ કરવા માંગતા હતાં પરંતુ મે તેમની વાત સ્વીકારી નહોતી. કારણ કે તેમમે ડાયરેકટર ટ્રમ્પ સાથે નિવટવાને બદલે મારો ઉપયોગ કરવાનું વિચાર્યુ તે મને યોગ્ય લાગ્યુ નહોતું.

(7:41 pm IST)