Gujarati News

Gujarati News

News of Saturday, 9th November 2019

યુ.એસ.ની યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાં ''શ્રીમદ રાજચંદ્ર ચેર ઇન જૈન સ્ટડીઝ''નું ઉદઘાટન કરાયું: જૈન ધર્મના સિધ્ધાંતોનો વ્યાપ વધારવાનો હેતુ

કેલિફોર્નિયાઃ યુ.એસ.ની યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા રિવર સાઇડમાં ૨૩ ઓકટો.૨૦૧૯ના રોજ ''શ્રીમદ રાજચંદ્ર એન્ડોવ્ડ ચેર ઇન જૈન સ્ટીડીઝી''નું ઉદઘાટન કરવામાં આવ્યું છે. જે પ્રસંગે ઇન્ડિયન અમેરિકન જૈન કોમ્યુનીટીના ૭૫ મેમ્બર્સ હાજર રહ્યા હતા.

ચેરનું ઉદઘાટન નવકાર મંત્રના ઉચ્ચારણા સાથે કરાયું હતું. આ ચેરના નિર્માણ માટે શ્રી મહેશ તથા સુશ્રી ઉષા વાઢેર, તથા ડોકટર દંપતિ શ્રી જશવંત તથા સુશ્રી મીરા મોદીએ ૧ મિલીયન ડોલરના ફંડ માટે યોગદાન આપ્યું હતું.

ઉપરાંત શ્રી વિજય તથા સુશ્રી મધુ છેડા શ્રી દિલીપ તથા સુશ્રી સુષ્મા પારેખ જૈન સેન્ટર ઓફ સાઉધર્ન કેલિફોર્નિયા, શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુર તેમજ જૈન ટેમ્પલ ઓફ લોસ એન્જલસ દ્વારા ડોનેશનમાં સહયોગ પ્રાપ્ત થયો હતો.

આ તકે શ્રી મહેશ વાઢેરએ જૈન ધર્મના સિધ્ધાંતોના વ્યાપનું મહત્વ સમજાવ્યું હતું. તેમજ મહાત્મા ગાંધી ઉપર પણ શ્રીમદ રાજચંદ્રના અહિંસાના સિધ્ધાંતે પાડેલા પ્રભાવ અંગે વકતવ્ય આપ્યું હતું.

(8:56 pm IST)