Gujarati News

Gujarati News

News of Saturday, 9th November 2019

૪૦ ટકા જેટલા અમેરિકનોને કેન્સર હોવાનું નિદાન થાય છેઃ બ્રેઇન કેન્સરને પ્રાથમિક તબકકે જ પાયામાંથી દૂર કરવા ઇન્ડિયન અમેરિકન સંશોધકની ટીમનો પ્રયત્નઃ ડો.રાહુલ ખુપ્સેના નેતૃત્વ સાથેની યુનિવર્સિટી ઓફ ફિન્ડલેન્ડના સંશોધકોની ટીમએ R-૧૫ ડ્રગનું નિર્માણ કર્યુ

ઓહિયોઃ યુ.એસ.ના ઓહિયોમાં આવેલી યુનિવર્સિટી ઓફ ફિન્ડલેના ઇન્ડિયન અમેરિકન સંશોધક ડો.રાહુલ ખુપ્સેના નેતૃત્વ સાથેની ટીમએ બ્રેઇન કેન્સરના જંતુઓ રોકતું ડ્રગ RK -૧૫નું નિર્માણ કર્યુ છે.

ડો.રાહુલના મત મુજબ ૪૦ ટકા જેટલા અમેરિકનો ઉપર જીવન દરમિયાન કેન્સરની અસર થાય જોવા મળી છે. જેને પ્રાથમિક તબક્કે જ પાયામાંથી દૂર કરવા માટે ઉપરોકત ડ્રગ તૈયાર કરાયું છે. જેના પરિણામો હકારાત્મક જોવા મળ્યા છે. જે બ્રેઇન કેન્સરથી વ્યકિતને મુકત કરવામાં મદદરૂપ થશે.

(8:55 pm IST)