Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

અમેરિકા જવા માટેના H-1B વિઝા બન્યા મોંઘા : અરજીદીઠ 10 ડોલર (અંદાજે 700 રૂપિયા ) નો વધારો : ઈલેક્ટ્રોનિક રજિસ્ટ્રેશન સિસ્ટમ લાગુ પાડવાનો હેતુ

વોશિંગટન : ટ્રમ્પ સરકારે  H-1B વિઝા ફી માં 10 ડોલર (અંદાજે 700 રૂપિયા ) નો વધારો કર્યો છે.  ઈલેક્ટ્રોનિક રજિસ્ટ્રેશન સિસ્ટમ લાગુ પાડવાના હેતુથી કરાયેલા આ વધારાથી અરજદારોની પસંદગીમાં સરળતા ઉપરાંત છેતરપિંડી થતી અટકાવવાનો હેતુ હોવાનું જણાવાયું છે.

H-1B વિઝા માટે હાલ અરજી દીઠ  460 ડોલર (અંદાજે 32 હજાર રૂપિયા) લેવામાં આવે છે. આ ઉપરાંત કંપનીઓને છેતરપિંડી અટકાવવા અને તપાસવા માટે 500 ડોલર (અંદાજે 35 હજાર રૂપિયા)વધારે ચુકવવા પડે છે. પ્રીમિયમ ક્લાસમાં 1410 ડોલર(અંદાજે 98 હજાર રૂપિયા)ની વધારે ચુકવણી કરવી પડે છે. 

USCISના જણાવ્યા પ્રમાણે, ઈલેક્ટ્રોનિક રજિસ્ટ્રેશન સિસ્ટમના આધારે અમેરિકામાં ઈમિગ્રેશન પ્રણાલીને આધુનિક બનાવવાની છે. હાલ મેન્યુએલ રજિસ્ટ્રેશન સિસ્ટમ હેઠળ H-1B વિઝા અરજદારની ઘણી જરૂરી તપાસ કરવામાં આવે છે. અરજદારોને તેમના શિક્ષણ અને સ્કિલ્સના આધારે H-1B વિઝા આપવામાં આવે છે. ટ્રમ્પ પ્રશાસનના કહ્યાં પ્રમાણે, આનાથી ઘણી વખત સિલેક્શનમાં છૂટ મળી જાય છે.

ERSના આવ્યા પછી H-1B આટે અપ્લાઈ કરનારાઓને પહેલા સિસ્ટમમાં રજિસ્ટર કરાવવું પડશે. ત્યારબાદ નિર્ણય લેવાશે તે તેમણે H-1B વિઝા આપવાની પ્રક્રિયામાં સામેલ કરવાના છે કે નહીં. USCISના કાર્યવાહક નિયામક કેન કુચિનેલીના કહ્યાં પ્રમાણે, આનાથી ફ્રોડને રોકવા અને યોગ્ય ઉમેદવારોના સિલેક્શનમાં સરળતા રહેશે. USCIS નાણાંકીય વર્ષ 2021થી ઈલેક્ટ્રોનિક રજિસ્ટ્રેશન સિસ્ટમ લોન્ચ કરી શકે છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(6:16 pm IST)