Gujarati News

Gujarati News

News of Monday, 12th November 2018

અમેરિકામાં ગુજરાતી સમાજ ઓફ શિકાગોના ઉપક્રમે ઉમંગભેર ઉજવાઇ ગયેલો ''દિવાળી ઉત્સવ''ઃ ગણેશ વંદના, દીપ પ્રાગટય, ડિનર, તથા ઓઝા ગૃપની મ્યુઝીક નાઇટ સાથે રંગેચંગે કરાયેલી ઉજવણીમાં ૫૦૦ ઉપરાંત ગુજરાતીઓ ઉમટી પડ્યાઃ ૨૦૧૯ની સાલના બોર્ડ મેમ્બર્સના નામોની ઘોષણાં કરાઇ

શિકાગોઃ યુ.એસ.માં ગુજરાતી સમાજ ઓફ શિકાગો (GSC)ના ઉપક્રમે ૩ નવેં. ૨૦૧૮ના રોજ મ્યુઝીક નાઇટ તથા ડિનર સાથે ભારે ઉમંગભેર દિવાળી ઉત્સવ ઉજવાઇ ગયો. જેમાં ૫૦૦ ઉપરાંત ગુજરાતીઓ ઉમટી પડ્યા હતા. શ્રી સંજય ઓઝાની ગણેશ વંદના બાદ પ્રોગ્રામ શરૃ કરાયો હતો.

GSC પ્રેસિડન્ટ ડો.મનીષ તથા સુશ્રી રમા પંડ્યા, પાસ્ટ પ્રેસિડન્ટ શ્રી સુર્યકાંત, તથા સુશ્રી ઉર્વશી પટેલ, તથા સ્પોન્સર્સ ડો.અંજા ગુપ્તા, શ્રી વિનોદભાઇ ઠકકર, કેર ફોર સોલ, શ્રી અશોક શાહ સહિતના મહાનુભાવોએ દીપ પ્રાગટય કર્યા બાદ શરૃ થયેલી ઉજવણી અંતર્ગત, ઓઝા ગૃપના સંજય ઓઝા, તથા તેમના પુત્ર તથા ઓઝા, મહિલા ગત્વકો સુશ્રી રૃજુતા, અને મિતાલી મહંત, તથા તેમની મ્યુઝીક પાર્ટીએ ગીત સંગીતના સથવારે દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

પ્રોગ્રામના અંતમાં GSC પ્રેસિડન્ટએ ૨૦૧૯ની સાલના ઇલેકટેક બોર્ડ મેમ્બર્સના નામોની ઘોષણાં કરી હતી. જેમાં શ્રી ધીતુ ભગવાકર પ્રેસિડન્ટ, શ્રી દક્ષેશ મોદી વાઇસ પ્રેસિડન્ટ, શ્રી ભાવેશ શાહ જનરલ સેક્રેટરી, શ્રી વત્સલ શાહ જોઇન્ટ જનરલ સેક્રેટરી, શ્રી સંદીપ શાહ ટ્રેઝરર, શ્રી યતિનકુમાર પટેલ જોઇન્ટ ટ્રેઝરર, શ્રીમતિ ઉર્વશી પટેલ કલ્ચરલ સેક્રેટરી, તથા શ્રીમતિ ચંદ્રિકા શાહ જોઇન્ટ કલ્ચરલ સેક્રેટરી તરીકેનો સમાવેશ થતો હતો.

બોર્ડ મેમ્બર્સ તરીકે શ્રી કમલ શાહ, શ્રીમતિ ભાવિતા શેઠ, શ્રી સંજય બી.શાહ, શ્રી નિમેષ શાહ, શ્રીમતિ જયશ્રી ઠકકર, શ્રી નેઇલ ચોકસી, તથા શ્રી પ્રફુલ્લ દવેનો સમાવેશ થતો હતો.

પાસ્ટ પ્રેસિડન્ટ તરીકે ૨૦૧૭-૨૦૧૮ની સાલના પ્રેસિડન્ટ ડો.મનીષ પંડયાના નામનો સમાવેશ થતો હતો. તેવું શ્રી જયંતિ ઓઝાના ફોટો સૌજન્ય તથા માહિતી દ્વારા જાણવા મળે છે.

(10:30 pm IST)