Gujarati News

Gujarati News

News of Saturday, 12th October 2019

અમેરિકાના સૌથી વધુ 400 શ્રીમંત વ્યક્તિઓની યાદીમાં સ્થાન મેળવતા 7 ઇન્ડિયન અમેરિકન : ફોર્બ્સ મેગેઝીને જાહેર કરેલી 2019 ની સાલની યાદી

વોશિંગટન : સુપ્રસિધ્ધ ફોર્બ્સ મેગેઝીને 2019 ની સાલના અમેરિકાના સૌથી વધુ 400 શ્રીમંત વ્યક્તિઓની યાદી જાહેર કરી છે.જેમાં 7 ઇન્ડિયન અમેરિકન વ્યવસાયિકોએ સ્થાન હાંસલ કર્યું છે.

આ સાત ઇન્ડિયન અમેરિકન વ્યાવસાયિકોમાં 3.8 બિલિયન ડોલરની સંપત્તિ સાથે શ્રી રાકેશ ગંગદેવ 207 માં ક્રમે છે.3.6 બિલિયન ડોલરની સંપત્તિ સાથે શ્રી જય ચૌધરી 225 માં ક્રમે,3.3 બિલિયન ડોલરની સંપત્તિ ધરાવતા શ્રી રોમેશ ટી.વઢવાણી 261 માં ક્રમે ,2.2 બિલિયન ડોલરની સંપત્તિ ધરાવતા શ્રી કવિતાર્ક રામ શ્રીરામ 370 માં ક્રમે ,તેમજ તેટલી જ સંપત્તિ ધરાવતા શ્રી બ્રાયન શેઠ તથા શ્રી અનિલ ભુસરી પણ 370 માં ક્રમે, તથા 2.1 બિલિયન ડોલરની સંપત્તિ ધરાવતા શ્રી વિનોદ ખોસલા 388 માં ક્રમે છે.તેવું જાણવા મળે છે.

(12:38 pm IST)
  • ૧૮મીએ રાજકોટ સહિત દેશભરમાં BSNL કર્મચારીઓની ભૂખ હડતાલઃ BSNL કર્મચારી-અધિકારીઓનો સપ્ટેમ્બર મહીનાનો પગાર બાકી છે : અન્ય ભાડા-ભથ્થા બીલ પણ મંજુર થતા નથી પગાર સહીતના પેન્ડીંગ પ્રશ્નોની ઉગ્ર માંગ સાથે ૧૮મીએ ૧ દિવસ ભૂખ હડતાલ, દેખાવો અને સુત્રોચ્ચાર ત્થા ધરણા કરનાર છે. access_time 3:37 pm IST

  • શિવરાજસિંહ સરકારનું નર્મદા કિનારે એક દિવસમાં સાત કરોડ વૃક્ષારોપણ કમલનાથ સરકારના નિશાના પર : એક દિવસમાં સાત કરોડ વૃક્ષારોપણ કરીને ગિનીસબુકમાં રેકોર્ડ નોંધવાના મામલે સરકાર કરાવશે તપાસ :450 કરોડનું કૌભાંડ થયાનો આરોપ : 20 રૂપિયાનો રોપ 200 રૂપિયામાં ખરીદયો : મોટાપાયે ભ્રષ્ટ્રાચાર થયાની આશંકા access_time 1:04 am IST

  • મનોજ તિવારી પર ફટાકડાથી હુમલો : માંડ માંડ બચ્યા : ભાજપના સાંસદ મનોજ તિવારીએ પોતાના પર હુમલાને લઈને ગંભીર આરોપ લગાવ્યો : તિવારીએ કહ્યું કે આજે ગાંધી સંકલ્પ યાત્રામાં કોઈએ સળગતો ફટાકડો ફેંક્યો : ફટાકડો મારા ( મનોજ તિવારી ) અને મોહનસિંહ બિસ્ટના શરીર પર ફૂટ્યો : મોહનસિંહ બીસ્ટનો હાથ દાઝ્યો અને કુર્તો પણ સળગ્યો અને હું માંડ માંડ બચ્યો access_time 12:28 am IST