Gujarati News

Gujarati News

News of Friday, 12th October 2018

અમેરિકામાં ગુજરાતી સમાજ ઓફ હ્યુસ્ટન,લેઉઆ પાટીદાર સમાજ,તથા વડતાલ ધામ હ્યુસ્ટનના ઉપક્રમે ઉજવાઈ રહેલો " નવરાત્રી મહોત્સવ 2018 ": 20 ઓક્ટો સુધી નામાંકિત કલાકારો ખેલૈયાઓને ગરબે ઘુમાવશે

હયુસ્ટનઃ યુ.એસ.માં ગુજરાતી સમાજ ઓફ હયુસ્ટનના ઉપક્રમે લેઉવા પાટીદાર સમાજ ઓફ હયુસ્ટન, તથા વડતાલ ધામ હયુસ્ટનના સહકાર સાથે ભવ્યાતિભવ્ય નવરાત્રિ મહોત્સવ ૨૦૧૮ ઉજવાઈ રહ્યો છે . ઓકટો.૧૪ તથા ૧૫, તેમજ ૧૬,૧૭, અને ૧૮ના રોજ VPSS ખાતે ઉત્સવ ઉજવાશે. જયારે NRG સેન્ટર ખાતે ૧૨ તથા ૧૩ અને ૧૯ તથા ૨૦ ઓકટો.ના રોજ ઉજવણી કરાશે. નેશનલ પ્રમોટર તરીકે કરણ આર્ટસ રોહિણી પટેલ તથા પ્લેટીનમ સ્પોન્સર તરીકે લક્ષ્મી હાઉસ ઓફ સ્પાઇસીસના સહયોગ સાથે ઉજવાનારા મહોત્સવમાં સોજીદા સિસ્ટર્સ ફેમ રેખા રાવલ, રફી વોઇસ ગાયક ગિરીશકુમાર, ઉતેજના જગાવનાર ગાયક શિવમ રાવલ, વોઇસ ઓફ  કિશોરકુમાર મહેન્દ્ર સોલંકી, ડ્રમર આશિષ સોલંકી, ઢોલ વાદક સતીષ સોલંકી, તથા કિબોર્ડ ટીમ લીડર દિલીપ રાવલ સહિતના કલાકારો ખેલૈયાઓને ગરબે ધુમાવશે. ટિકીટ તથા સ્પોન્સરશીપ માટે  શ્રી રાકેશ શાહ ૭૧૩-૨૯૮-૦૮૨૮, શ્રી ગિરીશ નાયક ૨૮૧-૮૫૧-૬૮૬૬,સુશ્રીગીતા પટેલ ૨૮૧-૬૧૫-૨૩૧૯ અથવા શ્રી કિશોર પટેલનો કોન્ટેક નં.૭૧૩-૩૯૧-૬૩૯૮ દ્વારા સંપર્ક સાધવા જણાવાયું છે. તેવું  IAN  દ્વારા જાણવા મળે છે.

 

(9:39 pm IST)
  • જૂનાગઢ-બાટવા નજીકથી 520 પેટી વિદેશી દારુ ઝડપાયો:રુપીયા 20 લાખનો વિદેશી દારુ અને 9 લાખના ટ્રક સાથે 2 શખ્શની ધરપકડ access_time 5:41 pm IST

  • છેડતીના બનાવો રોકવા વડોદરામાં અનુપમસિંહ ગેહલોતનો નવતર પ્રયોગ : વડોદરા પોલીસ કમિશ્નર શ્રી અનુપમસિંહ ગેહલોતનું જાહેરનામુ મહિલા હોસ્ટેલ, શાળા-કોલેજ બહાર ઉભા રહેવા પર પ્રતિબંધઃ ૫૦ મીટરના વિસ્તારમાં ઉભા રહેવા પર પ્રતિબંધઃ કારણ વિના કોઇ પુરૂષ નહિ ઉભા રહી શકેઃ મહિલા છેડતીને રોકવા માટે બહાર પાડયુ જાહેરનામુ access_time 4:30 pm IST

  • લખનૌમાં સમાજવાદી પાર્ટીના મુખ્યાલયમાં ભાજપના સાંસદ શત્રુઘ્નસિંહા અને યશવંતસિંહાએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા :સમાજવાદી પાર્ટીના કાર્યક્રમમાં શત્રુઘ્નસિંહાએ કહ્યું કે સતા સેવાનું માધ્યમ છે મેવાનું નહીં :જો સાચું બોલવું બગાવત છે તો હું બાગી છું ;યશવંતસિંહાએ કેન્દ્ર સરકાર ,મોદી અને અમિતભાઇ શાહને આડકતરી રીતે નિશાને લીધા હતા access_time 1:20 am IST