Gujarati News

Gujarati News

News of Friday, 12th October 2018

'શ્રી દુર્ગા પુજા': યુ.એસ.માં આવતીકાલ ૧૩ ઓકટો. શનિવારના રોજ વેદાન્તા સોસાયટી ઓફ ગ્રેટર હ્યુસ્ટનના ઉપક્રમે કરાયેલું આયોજનઃ ૧૪ ઓકટો.ના રોજ 'ધ મધરહુડ ઓફ ગોડ' વિષય ઉપર સ્વામી આત્મારૃપાનંદજીનો વાર્તાલાપ

યુસ્ટનઃ યુ.એસ.માં વેદાન્તા સોસાયટી ઓફ ગ્રેટર હ્યુસ્ટન (VSGH)ના ઉપક્રમે આવતીકાલ  ૧૩ ઓકટો. ૨૦૧૮ શનિવારના રોજ શ્રી દુર્ગા પુજાનું આયોજન કરાયું છે. ૧૪૮૦૯,  Lindita Dr, હ્યુસ્ટન ટેકસાસ મુકામે સ્વામી ક્રિપામયાનંદ (મિનીસ્ટર એન્ડ હેડ ઓફ વેદાન્તા સોસાયટી ઓફ ટોરોન્ટો) દ્વારા થનારી પુજાનો સમય સવારે ૯.૩૦ કલાકનો રહેશે. આરતી તથા પુષ્પાંજલીનો સમય બપોરે ૧૨.૩૦ કલાકનો રહેશે. બાદમાં બપોરે વાગ્યે પ્રસાદ લંચનું આયોજન કરાયું છે. ૧૪ ઓકટો. ૨૦૧૮ રવિવારે સવારે ૧૧ કલાકે સ્વામી આત્મારૃપાનંદ (રેસિડન્ટ મિનીસ્ટર) 'મધરહુડ ઓફ ગોડ' વિષય ઉપર વાતચીત કરશે. વિશેષ માહિતી માટે શ્રી અશોક દાસગુપ્તા ૯૭૯-૨૮૫-૨૫૮૯, શ્રી સ્વપ્ના ચૌધરી ૨૮૧-૫૮૪-૦૪૮૮નો સંપર્ક અથવા કોન્ટેક નં. ૨૮૧-૯૮૮-૭૨૧૧ ઉપર મેસેજ મુકવા જણાવાયું છે. તેવું IAN દ્વારા જાણવા મળે છે.

(9:37 pm IST)