Gujarati News

Gujarati News

News of Friday, 12th October 2018

ઓસ્ટ્રેલિયાના ગુજરાતી એશોશિએશન યુવા ગુજરાતના ઉપક્રમે આવતીકાલ 13 ઓક્ટો શનિવારે” નવરાત્રી દાંડિયા “ : ગુજરાતના સુપ્રસિદ્ધ કલાકાર અરવિંદ વેગડા ખેલૈયાઓને ગરબે ઘુમાવશે

લિવરપૂલ :ઓસ્ટ્રેલિયાના ગુજરાતી એશોશિએશન " યુવા ગુજરાત " ના ઉપક્રમે આવતીકાલ  13 ઓક્ટો 2018 શનિવારના રોજ નવરાત્રી દાંડિયા નું આયોજન કરાયું છે.ગુજરાતના સુપ્રસિદ્ધ કલાકાર અરવિંદ વેગડાના લાઈવ પરફોર્મન્સ સાથે યોજાનારા પ્રોગ્રામનું સ્થળ વ્હાઇટલેમ સેન્ટર,90 મેમોરિયલ એવ,લિવરપૂલ ન્યુ સાઉથ વેલ્સ ઓસ્ટ્રેલિયા રાખવામાં આવ્યું છે.જેનો સમય જેનો સમય સાંજે 7 વાગ્યાથી રાત્રીના 11 વાગ્યા સુધીનો છે.

અગાઉ 29 સપ્ટેમ્બરના રોજ પ્રિ-નવરાત્રિ સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું. જેમાં અરવિંદ વેગડા અને તેમની ટીમે લાઇવ પર્ફોર્મ કર્યુ હતું. ઇવેન્ટની ખાસિયત હતી કે તે ક્વિન્સલેન્ડના બ્રિસબેન શહેરમાં પહેલીવાર ઓપન સ્ટેડિયમમાં લોકો ગરબે ઘૂમ્યા હતા. ઓસ્ટ્રેલિયામાં વસતા ગુજરાતીઓએ પરંપરાગત પહેરવેશ અને ટ્રેન્ડી છત્રીઓ સાથે ગરબા લીધા હતા.

ઉલ્લેખનીય છે કે યુવા ગુજરાત ભારતના ગુજરાતી યુવા સમૂહ દ્વારા 2010 ની સાલમાં સ્થપાયેલ ગુજરાતી એશોશિએશન છે.જે ઓસ્ટ્રેલિયામાં ગુજરાતની સંસ્કૃતિ જાળવી રાખવા વિવિધ કાર્યક્રમોના આયોજનો કરે છે.

(9:32 pm IST)