Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

''તક ધિના ધિન'': અમેરિકામાં '' વેસ્ટ જયોર્જીયા ઇન્ડિયન એશોશિએશન (WGIA)''ના ઉપક્રમે ૨૬ તથા ૨૭ ઓકટો.ના રોજ નવરાત્રિ ૨૦૧૮ ઉત્સવ ઉજવાશેઃ વિશ્વ વિખ્યાત કલાકાર તિરથ રાઠોડનું ગૃપ ખેલૈયાઓને ગરબે ધૂમાવશેઃ બેસ્ટ ડ્રેસ તથા બેસ્ટ ગરબા સ્પર્ધા યોજાશે

જયોર્જીયાઃ યુ.એસ.માં વેસ્ટ જયોર્જીયા ઇન્ડિયન એશોશિએશન (WGIA)ના ઉપક્રમે આગામી ૨૬ તથા ૨૭ ઓકટો. શુક્રવાર તથા શનિવારના રોજ ''નવરાત્રિ ૨૦૧૮'' ઉત્સવ ઉજવાશે.

ગોલ્ડ ડસ્ટ પાર્ક, ૬૪૬,ઇન્ડસ્ટ્રીઅલ BLVD, વિલ્લા રીકા જયોર્જીયા મુકામે ઉજવાનારા ઉત્સવનો સમય સાંજે ૬ વાગ્યાથી શરૃ થશે. જેમાં વિશ્વ વિખ્યાત કલાકાર તિરથ રાઠોડ ''તક ધિના ધિન બિટસ રજુ કરશે.

ઉત્સવની ઉજવણી અંતર્ગત બેસ્ટ ડ્રેસ તથા બેસ્ટ ગરબા સ્પર્ધા બંને દિવસ મહિલાઓ તથા પુરૃષો માટે રાખવામાં આવી છે. જેના વિજેતાઓને ૨૭ ઓકટો.ના રોજ આરતી બાદ ઇનામો અપાશે. ઉત્સવ દરમિયાન આલ્કોહોલ ઉપર પ્રતિબંધ છે.

સ્પોન્સરશીપ તથા જાહેરાત માટે રૃજ્ઞ્ર્િંી૨૦૦૩કર્િંૃીજ્ઞ્શ્ર.ણૂંૃ દ્વારા સંપર્ક સાધવા જણાવાયું છે.

(9:19 pm IST)
  • સુરત :ઓલપાડના કિમ ગામે હીરાપન્ના ૧ સોસાયટીમાં હત્યા:પતિએ ગાળું દબાવી પત્નીની કરી હત્યા:પત્નીની હત્યા બાદ પતિએ કર્યો આપઘાત:પતિએ પંખા વડે લટકી કર્યો આપઘાત:પતિ દ્વારા પત્નીની હત્યા કરવાનું કારણ અકબંધ:હીરાપન્ના સોસાયટીમાં પતિ-પત્નીના મોતને લઈ ચકચાર:કિમ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી:મૃતક પતિ-પત્નીના મૃતદેહને પીએમ માટે મોકલી પોલીસે આગળની તપાસ હાથ ધરી.. access_time 5:40 pm IST

  • અરવલ્લી:મોડાસા માર્કેટયાર્ડમાં વેપારીઓનો હોબાળો:દબાણ દૂર કરતા પહેલા વેપારીઓમાં રોષ:૯૮ વેપારીઓને નોટિસની મુદત પૂર્ણ થતા કાર્યવાહી :આજે દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાશે:૧૦૦થી વધુ પોલીસ કાફલા સાથે કાર્યવાહી કરાશે:૩૦ વર્ષથી દુકાન ચલાવતા વેપારીઓ રડી પડ્યા access_time 5:41 pm IST

  • રાજયના ૧૧૪ સબ રજીસ્ટ્રારની બદલી : રાજકોટના ૩ ઝોનમાં ફેરફાર :ગાંધીનગર નોંધણીસર નિરીક્ષકની કચેરી દ્વારા રાજયના ૧૧૪ સબ રજીસ્ટર-ર(વર્ગ-૩)ની અરસપરસ બદલીના હુકમો કરાયા છે જેમાં રાજકોટમાં સબ રજીસ્ટર ઝોન-૧માં બઢતી સાથે રાજયગુરૂને ઝોન-રમાં નવા સબ રજીસ્ટરની જગ્યા ઉભી કરી પી.કે.મોદીને, ઝોન-૩માં બઢતી સાથે કારીયાને તથા ઝોન-૮માં બઢતી સાથે કરકરેને મુકવામાં આવેલ છે. access_time 4:48 pm IST