Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

વિદેશોમાં વસતા ભારતીયો વતનમાં મોકલાતા નાણાંનો પ્રવાહ વધારી રૃપિયાનું અવમૂલ્યન થતું બચાવેઃ ડોલર સામે ઘટી રહેલી રૃપિયાની કિંમતના કારણે વિદેશી હુંડિયામણની ખાધ પૂરવા NRI સમુહનો સહકાર માંગવામાં આવે તેવા એંધાણ

ન્યુ દિલ્હીઃ અમેરિકન ડોલર સામે ઘટી રહેલી રૃપિયાની કિંમતથી ચિંતીત મોદી સરકાર વિદેશમાં વસતા ભારતીયો દ્વારા મોકલાતા નાણાનો પ્રવાહ વધે તેવી અપેક્ષા રાખતી હોવાનું અંતરંગ સૂત્રો દ્વારા જાણવા મળે છે. જેથી ભારતના વિદેશી હૂંડિયામણની ખાધ ઘટી શકે. આ અંગે ભારત સરકાર દ્વારા NRI સમુહને ટુંક સમયમાં અનુરોધ કરાય તેવી શકયતા હોવાનું જાણવા મળે છે.

(9:17 pm IST)
  • ગુજરાતમાં 'લોબાન' વાવાઝોડાનો ખતરો? : દેશના દરિયાકાંઠાના તમામ રાજયો એલર્ટ : દરિયામાં ઉંચા મોજા ઉછળવાની શકયતા : અરબી સમુદ્રમાં સર્જાયુ સાયકલોનીક એર સરકયુલેશન : દક્ષિણ ગુજરાત ભારે પવન ફૂંકાવાની શકયતા : નેશનલ ઈમરજન્સી રિસ્યોન્સ સેન્ટરે આપ્યુ એલર્ટ : ૮૦ થી ૧૩૫ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે access_time 3:28 pm IST

  • તેલંગણામાં જબરી રાજકીય હલચલ :કોંગ્રેસના વરિષ્ઠ નેતાની પત્ની સવારે ભાજપમાં જોડાયા બાદ મોડીરાત્રે કોંગ્રેસમાં વાપસી :રાજનરસિંમ્હાની વરિષ્ઠતાને લઈને પદ્મિની ભાજપમાં સામેલ થતા કોંગ્રેસને ભારે શર્મીદગીનો સામનો કરવો પડ્યો :વરિષ્ઠ નેતા સી,દામોદર રાજનસિંમ્હાની પત્ની પદ્મિની રેડ્ડી મોડીરાત્રે ફરી કોંગ્રેસમાં પાછા આવ્યા :રાજનરસિંમ્હા અવિભાજ્ય આંધ્રપ્રદેશના તત્કાલીન મુખ્યમંત્રી એન,કિરણકુમાર રેડ્ડીના મંત્રીમંડળમાં ઉપમુખ્યમંત્રી હતા access_time 1:15 am IST

  • લખનૌમાં સમાજવાદી પાર્ટીના મુખ્યાલયમાં ભાજપના સાંસદ શત્રુઘ્નસિંહા અને યશવંતસિંહાએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા :સમાજવાદી પાર્ટીના કાર્યક્રમમાં શત્રુઘ્નસિંહાએ કહ્યું કે સતા સેવાનું માધ્યમ છે મેવાનું નહીં :જો સાચું બોલવું બગાવત છે તો હું બાગી છું ;યશવંતસિંહાએ કેન્દ્ર સરકાર ,મોદી અને અમિતભાઇ શાહને આડકતરી રીતે નિશાને લીધા હતા access_time 1:20 am IST