Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

ઓસ્ટ્રેલિયાના ગુજરાતી એશોશિએશન યુવા ગુજરાતના ઉપક્રમે 13 ઓક્ટો શનિવારે” નવરાત્રી દાંડિયા “ : ગુજરાતના સુપ્રસિદ્ધ કલાકાર અરવિંદ વેગડા ખેલૈયાઓને ગરબે ઘુમાવશે

લિવરપૂલ :ઓસ્ટ્રેલિયાના ગુજરાતી એશોશિએશન " યુવા ગુજરાત " ના ઉપક્રમે આગામી 13 ઓક્ટો 2018 શનિવારના રોજ નવરાત્રી દાંડિયા નું આયોજન કરાયું છે.ગુજરાતના સુપ્રસિદ્ધ કલાકાર અરવિંદ વેગડાના લાઈવ પરફોર્મન્સ સાથે યોજાનારા આ પ્રોગ્રામનું સ્થળ વ્હાઇટલેમ સેન્ટર,90 મેમોરિયલ એવ,લિવરપૂલ ન્યુ સાઉથ વેલ્સ ઓસ્ટ્રેલિયા રાખવામાં આવ્યું છે.જેનો સમય જેનો સમય સાંજે 7 વાગ્યાથી રાત્રીના 11 વાગ્યા સુધીનો છે.

આ અગાઉ 29 સપ્ટેમ્બરના રોજ પ્રિ-નવરાત્રિ સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું. જેમાં અરવિંદ વેગડા અને તેમની ટીમે લાઇવ પર્ફોર્મ કર્યુ હતું. આ ઇવેન્ટની ખાસિયત એ હતી કે તે ક્વિન્સલેન્ડના બ્રિસબેન શહેરમાં પહેલીવાર ઓપન સ્ટેડિયમમાં લોકો ગરબે ઘૂમ્યા હતા. ઓસ્ટ્રેલિયામાં વસતા ગુજરાતીઓએ પરંપરાગત પહેરવેશ અને ટ્રેન્ડી છત્રીઓ સાથે ગરબા લીધા હતા.

ઉલ્લેખનીય છે કે યુવા ગુજરાત એ ભારતના ગુજરાતી યુવા સમૂહ દ્વારા 2010 ની સાલમાં સ્થપાયેલ ગુજરાતી એશોશિએશન છે.જે ઓસ્ટ્રેલિયામાં ગુજરાતની સંસ્કૃતિ જાળવી રાખવા વિવિધ કાર્યક્રમોના આયોજનો કરે છે.

(9:04 pm IST)