Gujarati News

Gujarati News

News of Monday, 8th October 2018

મહિલા સશક્તિકરણનું શ્રેષ્ઠ ઉદાહરણ : ભારત ખાતેના બ્રિટિશ હાઇ કમાન્ડે ભારતની યુવતી ઈશા બહલને એક દિવસ માટે બ્રિટનની રાજદૂત બનાવી

ન્યુદિલ્હી :આગામી 11 ઓક્ટો ના રોજ ઉજ્વાનારા આંતર રાષ્ટ્રીય બાલિકા દિવસને અનુલક્ષીને ભારત ખાતેના બ્રિટિશ હાઇ કમિશનના ઉપક્રમે 18 થી 23 વર્ષની વય વચ્ચેની યુવતીઓ માટે  પ્રતિયોગિતાનું આયોજન કરાયું હતું.જેમાં નોઈડા ખાતેની યુનિવર્સીટીમાં પોલિટિકલ સાયન્સનો અભ્યાસ કરતી યુવતી ઈશા બહલની પસંદગી એક દિવસીય રાજદૂત તરીકે થઇ હતી.જેણે આજ સોમવારે બ્રિટનના રાજદૂત તરીકે કામ કરવાનો રોમાન્સ માણ્યો હતો.સ્પર્ધામાં 58 યુવતીઓએ ભાગ લીધો હતો.

(10:24 pm IST)
  • રાજયના ૧૧૪ સબ રજીસ્ટ્રારની બદલી : રાજકોટના ૩ ઝોનમાં ફેરફાર :ગાંધીનગર નોંધણીસર નિરીક્ષકની કચેરી દ્વારા રાજયના ૧૧૪ સબ રજીસ્ટર-ર(વર્ગ-૩)ની અરસપરસ બદલીના હુકમો કરાયા છે જેમાં રાજકોટમાં સબ રજીસ્ટર ઝોન-૧માં બઢતી સાથે રાજયગુરૂને ઝોન-રમાં નવા સબ રજીસ્ટરની જગ્યા ઉભી કરી પી.કે.મોદીને, ઝોન-૩માં બઢતી સાથે કારીયાને તથા ઝોન-૮માં બઢતી સાથે કરકરેને મુકવામાં આવેલ છે. access_time 4:48 pm IST

  • જૂનાગઢ-બાટવા નજીકથી 520 પેટી વિદેશી દારુ ઝડપાયો:રુપીયા 20 લાખનો વિદેશી દારુ અને 9 લાખના ટ્રક સાથે 2 શખ્શની ધરપકડ access_time 5:41 pm IST

  • અરવલ્લી:મોડાસા માર્કેટયાર્ડમાં વેપારીઓનો હોબાળો:દબાણ દૂર કરતા પહેલા વેપારીઓમાં રોષ:૯૮ વેપારીઓને નોટિસની મુદત પૂર્ણ થતા કાર્યવાહી :આજે દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાશે:૧૦૦થી વધુ પોલીસ કાફલા સાથે કાર્યવાહી કરાશે:૩૦ વર્ષથી દુકાન ચલાવતા વેપારીઓ રડી પડ્યા access_time 5:41 pm IST