Gujarati News

Gujarati News

News of Monday, 8th October 2018

‘‘માયસંગી ટેલન્‍ટ શો'': યુ.એસ.ના ન્‍યુજર્સીમાં સિંગલ સિનીઅર્સ માટે યોજાઇ ગયેલો મીટ એન્‍ડ ગ્રીટ પ્રોગ્રામઃ એકલા રહેતા સિનીઅર્સને પરસ્‍પર સામાજીક રીતે જોડવાનો હેતુ

 (દિપ્તીબેન જાની દ્વારા) ન્‍યુજર્સીઃ યુ.એસ.માં અકબર રેસ્‍ટોરન્‍ટ, એડિસન, ન્‍યુજર્સી મુકામે બીજો માયસંગી ટેલન્‍ટ શો યોજાઇ ગયો. જેમાં અનેક સિંગલ સિનીયર્સને મીટ એન્‍ડ ગ્રીટનો લાભ મળ્‍યો હતો. જેમણે સાથે બેસી નિખાલસ તથા મિત્રતા પૂર્ણ આદાન પ્રદાન દ્વારા પોતાની પ્રતિભાઓની ઝાંખી કરાવી હતી.

આ બીજી વખત યોજાયેલા પ્રોગ્રામમાં અનેક સિંગલ સિનીઅર્સ ફરીથી જોડાયા હતા. જ્‍યારે અમુક પ્રથમવાર આવ્‍યા હતા. માયસંગી ઓર્ગેનાઇઝેશન સાઉથ એશિઅન સિંગલ સિનીઅર્સને પરસ્‍પર સામાજીક રીતે જોડવા તથા આ સિંગલ સિનીઅર્સ વચ્‍ચેના નેટવર્કને જોડવાનું કામ કરે છે.

આ ઓર્ગેનાઇઝેશન થકી સંપર્કમાં આવેલા અનેક સિંગલ સિનીઅર્સએ સાથે મળી આંતર રાષ્‍ટ્રિય પ્રવાસો પણ કર્યા છે. આગામી સમયમાં આ લોકો માટે વર્કશોપ તેમજ દિવસ અને રાત્રિ રોકાણ સાથેના પ્રવાસ, ક્રુઝ સહિતના આયોજનો કરવાનો હેતુ છે. આવું આગામી આયોજન ૧૮ નવેં.ના રવિવારના રોજ સાંજે ૫ કલાકે અકબર રેસ્‍ટોરન્‍ટ એડિસન ન્‍યુજર્સી મુકામે યોજાશે. આવા સિંગલ સિનીઅર્સ કોઇના ધ્‍યાનમાં હોય તો તેઓને આ આગામી પ્રોગ્રામમાં જોડાવા જણાવાયું છે.

વિશેષ માહિતી માટે શ્રી રાજુ શાહ ૯૦૮-૩૨૭-૦૬૦૫ દ્વારા અથવા ળક્કર્તીઁશિંક્‍ળિર્ંીશશ્ર.ણૂંળ દ્વારા સંપર્ક સાધવા જણાવાયું છે.

(10:23 pm IST)
  • સુરત :ઓલપાડના કિમ ગામે હીરાપન્ના ૧ સોસાયટીમાં હત્યા:પતિએ ગાળું દબાવી પત્નીની કરી હત્યા:પત્નીની હત્યા બાદ પતિએ કર્યો આપઘાત:પતિએ પંખા વડે લટકી કર્યો આપઘાત:પતિ દ્વારા પત્નીની હત્યા કરવાનું કારણ અકબંધ:હીરાપન્ના સોસાયટીમાં પતિ-પત્નીના મોતને લઈ ચકચાર:કિમ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી:મૃતક પતિ-પત્નીના મૃતદેહને પીએમ માટે મોકલી પોલીસે આગળની તપાસ હાથ ધરી.. access_time 5:40 pm IST

  • બિલ્ડરોને મોટી રાહત :બાંધકામ પ્લાન ઓફલાઈન પાસ કરવાનું ચાલુ રાખવા નિર્ણય :ODPS અને સૌથી મહત્વનો નિર્ણંય :તહેવારોને લઈને કરાઈ જાહેરાત :મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કરતુ રાજકોટ બિલ્ડર એસો,અને ક્રેડાઈઃ ગુજરાત access_time 12:05 am IST

  • તેલંગણામાં જબરી રાજકીય હલચલ :કોંગ્રેસના વરિષ્ઠ નેતાની પત્ની સવારે ભાજપમાં જોડાયા બાદ મોડીરાત્રે કોંગ્રેસમાં વાપસી :રાજનરસિંમ્હાની વરિષ્ઠતાને લઈને પદ્મિની ભાજપમાં સામેલ થતા કોંગ્રેસને ભારે શર્મીદગીનો સામનો કરવો પડ્યો :વરિષ્ઠ નેતા સી,દામોદર રાજનસિંમ્હાની પત્ની પદ્મિની રેડ્ડી મોડીરાત્રે ફરી કોંગ્રેસમાં પાછા આવ્યા :રાજનરસિંમ્હા અવિભાજ્ય આંધ્રપ્રદેશના તત્કાલીન મુખ્યમંત્રી એન,કિરણકુમાર રેડ્ડીના મંત્રીમંડળમાં ઉપમુખ્યમંત્રી હતા access_time 1:15 am IST