Gujarati News

Gujarati News

News of Monday, 8th October 2018

શ્રી સંતરામ ભક્‍ત સમાજ USAના ઉપક્રમે ૪ થી ૨૪ નવે. ૨૦૧૮ દરમિયાન જુદા-જુદા સ્‍ટેટમાં દિવાળી સત્‍સંગનું આયોજન

 (દિપ્‍તીબેન જાની દ્વારા) ન્‍યુજર્સી : શ્રી સંતરામ ભક્‍ત સમાજ USA નેવાર્ક, ન્‍યુજર્સીના ઉપક્રમે નીચેના વિસ્‍તારોમાં દિવાળી-નૂતનવર્ષ નિમિતે સંતરામ સત્‍સંગનું આયોજન કરવામાં આવેલ છે.

બ્રહ્મલીન અષ્‍ટમ મહંત પ.પૂ. શ્રી નારાયણદાસજી મહારાજશ્રી પ્રેરિત તથા પ.પૂ. પ્રાતઃ સ્‍મરણીય શ્રી રામદાસજી મહારાજશ્રીના શુભ આશિર્વાદ સહ શરદ પૂર્ણિમા/દિવાળી સત્‍સંગ એટલાન્‍ટા મુકામે ૪ નવે. ૨૦૧૮ રવિવારના રોજ સવારે ૧૦ વાગ્‍યાથી ગુજરાતી સમાજ હોલ, પ૩૩૧, રોયલ વુડ પાર્ક વે ટુકર જ્‍યોર્જીયા મુકામે ઉજવાશે.

બાલ્‍ટીમોર વોશીંગ્‍ટન ડી.સી. ખાતે ૧૮ નવે. ૨૦૧૮ રવિવારે બપોરે ૪.૩૦ કલાકથી શ્રી મંગલ મંદિર ૧૭૧૧૦, ન્‍યુ હેમ્‍પશાયર એવ સિલ્‍વર સ્‍પ્રિંગ મેરીલેન્‍ડ મુકામે યોજાશે.

શેલોર્ટ ખાતેનો દિવાળી સત્‍સંગ ૧૮ નવે. ૨૦૧૮ રવિવારના રોજ બપોરે ૩ વાગ્‍યાથી સાંજે પ વાગ્‍યા સુધી હિન્‍દુ સેન્‍ટર ઓફ શેલોર્ટ, ૭૪૦૦, સીટી વ્‍યુ ડ્રાઇવ, શેલોર્ટ ન્‍યુયોર્ક મુકામે યોજાશે.

શિકાગો મુકામે તો દિવાળી સત્‍સંગ ૧૧ નવે. ૨૦૧૮ રવિવારે બપોરે ૪ વાગ્‍યાથી સાંજના ૭ વાગ્‍યા  સુધી ૧પ૪પ શોર્ટ ટેર ડેસ પ્‍લઇન્‍સ, ઇલિનોઇસ ખાતે યોજાશે.

ડલ્લાસ ટેક્‍સાસ ખાતેનો દિવાળી સત્‍સંગ ૨૪ નવે. ૨૦૧૮ શનિવારના રોજ બપોરે ૪ વાગ્‍યાથી સાંજના ૬.૩૦ દરમિયાન ૩૯૪૪, ફ્રેશવોટર Dr. કેરોલ્‍ટોન, ટેક્‍સાસ મુકામે યોજાશે.

ફલોરિડા મુકામેનો દિવાળી સત્‍સંગ ૧૮ નવે. ૨૦૧૮ રવિવારના રોજ સાંજે ૬ વાગ્‍યાથી રાત્રિના ૮ વાગ્‍યા દરમિયાન, હોવાર્ડ જોન્‍સન ૧૩૦૦ થર્ડ સ્‍ટ્રીટ SW, વિન્‍ટર હેવન ફલોરિડા ખાતે યોજાશે.

ન્‍યુજર્સી ખાતેનો દિવાળી સત્‍સંગ ૧૦ નવે. ૨૦૧૮ શનિવારના રોજ સવારે ૧૧.૩૦ કલાકથી સાંજે ૭ વાગ્‍યા સુધી એસેક્ષ કાઉન્‍ટી કોલેજ, (GYM) વેસ્‍ટ માર્કેટ સ્‍ટ્રીટ, નેવાર્ક, ન્‍યુજર્સી મુકામે યોજાશે.

વિશેષ માહિતી ન્‍યુજર્સી ખાતેના કોન્‍ટેક નં. (૭૩૨) ૯૦૬-૦૭૯૨ અથવા www.santram.info અથવા ઇમેઇલ jaymaharaj@santram.info અથäë https://www.facebook.com/santramnadiad દ્વારા મેળવી શકાશે.

(10:21 pm IST)
  • બ્રિટન બન્યો દુનિયાનો પ્રથમ દેશ જેણે આત્મહત્યા રોકવા મંત્રીશ્રી નિમણુક કરીઃ દર વર્ષે આશરે ૪૫૦૦ લોકો આત્મહત્યા કરે છેઃ ખુબજ ચિંતાજનક આંકડોઃ વડાપ્રધાન થેરેસા મેનું નિવેદન access_time 11:28 am IST

  • અરવલ્લી:મોડાસા માર્કેટયાર્ડમાં વેપારીઓનો હોબાળો:દબાણ દૂર કરતા પહેલા વેપારીઓમાં રોષ:૯૮ વેપારીઓને નોટિસની મુદત પૂર્ણ થતા કાર્યવાહી :આજે દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાશે:૧૦૦થી વધુ પોલીસ કાફલા સાથે કાર્યવાહી કરાશે:૩૦ વર્ષથી દુકાન ચલાવતા વેપારીઓ રડી પડ્યા access_time 5:41 pm IST

  • ગુજરાતમાં 'લોબાન' વાવાઝોડાનો ખતરો? : દેશના દરિયાકાંઠાના તમામ રાજયો એલર્ટ : દરિયામાં ઉંચા મોજા ઉછળવાની શકયતા : અરબી સમુદ્રમાં સર્જાયુ સાયકલોનીક એર સરકયુલેશન : દક્ષિણ ગુજરાત ભારે પવન ફૂંકાવાની શકયતા : નેશનલ ઈમરજન્સી રિસ્યોન્સ સેન્ટરે આપ્યુ એલર્ટ : ૮૦ થી ૧૩૫ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે access_time 3:28 pm IST