Gujarati News

Gujarati News

News of Saturday, 6th October 2018

'શ્રી દુર્ગા પુજા': યુ.એસ.માં ૧૩ ઓકટો. શનિવારના રોજ વેદાન્તા સોસાયટી ઓફ ગ્રેટર હ્યુસ્ટનના ઉપક્રમે કરાયેલું આયોજનઃ ૧૪ ઓકટો.ના રોજ 'ધ મધરહુડ ઓફ ગોડ' વિષય ઉપર સ્વામી આત્મારૃપાનંદજીનો વાર્તાલાપ

હ્યુસ્ટનઃ યુ.એસ.માં વેદાન્તા સોસાયટી ઓફ ગ્રેટર હ્યુસ્ટન (VSGH)ના ઉપક્રમે આગામી ૧૩ ઓકટો. ૨૦૧૮ શનિવારના રોજ શ્રી દુર્ગા પુજાનું આયોજન કરાયું છે.

૧૪૮૦૯, Lindita Dr, હ્યુસ્ટન ટેકસાસ મુકામે સ્વામી ક્રિપામયાનંદ (મિનીસ્ટર એન્ડ હેડ ઓફ ધ વેદાન્તા સોસાયટી ઓફ ટોરોન્ટો) દ્વારા થનારી પુજાનો સમય સવારે ૯.૩૦ કલાકનો રહેશે. આરતી તથા પુષ્પાંજલીનો સમય બપોરે ૧૨.૩૦ કલાકનો રહેશે. બાદમાં બપોરે ૧ વાગ્યે પ્રસાદ લંચનું આયોજન કરાયું છે.

૧૪ ઓકટો. ૨૦૧૮ રવિવારે સવારે ૧૧ કલાકે સ્વામી આત્મારૃપાનંદ (રેસિડન્ટ મિનીસ્ટર) 'ધ મધરહુડ ઓફ ગોડ' વિષય ઉપર વાતચીત કરશે.

વિશેષ માહિતી માટે શ્રી અશોક દાસગુપ્તા ૯૭૯-૨૮૫-૨૫૮૯, શ્રી સ્વપ્ના ચૌધરી ૨૮૧-૫૮૪-૦૪૮૮નો સંપર્ક અથવા કોન્ટેક નં. ૨૮૧-૯૮૮-૭૨૧૧ ઉપર મેસેજ મુકવા જણાવાયું છે. તેવું IAN દ્વારા જાણવા મળે છે.

(9:23 pm IST)
  • છેડતીના બનાવો રોકવા વડોદરામાં અનુપમસિંહ ગેહલોતનો નવતર પ્રયોગ : વડોદરા પોલીસ કમિશ્નર શ્રી અનુપમસિંહ ગેહલોતનું જાહેરનામુ મહિલા હોસ્ટેલ, શાળા-કોલેજ બહાર ઉભા રહેવા પર પ્રતિબંધઃ ૫૦ મીટરના વિસ્તારમાં ઉભા રહેવા પર પ્રતિબંધઃ કારણ વિના કોઇ પુરૂષ નહિ ઉભા રહી શકેઃ મહિલા છેડતીને રોકવા માટે બહાર પાડયુ જાહેરનામુ access_time 4:30 pm IST

  • જૂનાગઢ-બાટવા નજીકથી 520 પેટી વિદેશી દારુ ઝડપાયો:રુપીયા 20 લાખનો વિદેશી દારુ અને 9 લાખના ટ્રક સાથે 2 શખ્શની ધરપકડ access_time 5:41 pm IST

  • તેલંગણામાં જબરી રાજકીય હલચલ :કોંગ્રેસના વરિષ્ઠ નેતાની પત્ની સવારે ભાજપમાં જોડાયા બાદ મોડીરાત્રે કોંગ્રેસમાં વાપસી :રાજનરસિંમ્હાની વરિષ્ઠતાને લઈને પદ્મિની ભાજપમાં સામેલ થતા કોંગ્રેસને ભારે શર્મીદગીનો સામનો કરવો પડ્યો :વરિષ્ઠ નેતા સી,દામોદર રાજનસિંમ્હાની પત્ની પદ્મિની રેડ્ડી મોડીરાત્રે ફરી કોંગ્રેસમાં પાછા આવ્યા :રાજનરસિંમ્હા અવિભાજ્ય આંધ્રપ્રદેશના તત્કાલીન મુખ્યમંત્રી એન,કિરણકુમાર રેડ્ડીના મંત્રીમંડળમાં ઉપમુખ્યમંત્રી હતા access_time 1:15 am IST