Gujarati News

Gujarati News

News of Saturday, 6th October 2018

યુ.એસ.માં યોગી ડિવાઇન સોસાયટી, ન્યુજર્સીના ઉપક્રમે ૨૭ ઓકટો. ૨૦૧૮ના રોજ શરદ પૂર્ણિમા ઉત્સવ ઉજવાશેઃ અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીના પ્રાગટ્ય પર્વે ઉજવનારા ઉત્સવ અંતર્ગત કિર્તન, ભકિત, સભા તથા અન્નકૂટ દર્શન અને મહાપ્રસાદનો લહાવો

ન્યુજર્સીઃ યુ.એસ.માં યોગી ડિવાઇન સોસાયટી ૨, લિન્કોલ્ન એવન્યુ લેક હીઆવાથા ન્યુજર્સીના ઉપક્રમે હરિધામ મંદિર આયોજીત આગામી ૨૭ ઓકટો. ૨૦૧૮ શનિવારના રોજ શરદ પૂર્ણિમા ઉજવાશે. જે અંતર્ગત યોજાનારા અન્નકૂટ ઉત્સવમાં પધારવા સહુને આમંત્રણ પાઠવાયું છે.

બર્કવુડ મેનોર, ૧૧૧, નોર્થ જેફરસન રોડ, વ્હીપેની, ન્યુજર્સી મુકામે થનારી ઉજવણી અંતર્ગત સવારે ૧૦.૩૦ કલાકે કિર્તન, ભકિત તથા સભાનું આયોજન કરાયું છે. બાદમાં બપોરે ૧૨ વાગ્યે અન્નકૂટ થાળ અને આરતી બાદ બપોરે ૧૨.૩૦ કલાકે મહાપ્રસાદનું આયોજન કરાયું છે.

બાદમાં પૂરક આરતીઓ બપોરે ૩ તથા ૪ તથા પ વાગ્યે થશે.

અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીના પ્રાગટ્ય પર્વે ઉજવાનારા આ શરદ પૂર્ણિમાના પાવન અવસરે પધારવા સાધુ પ્રેમસ્વરૃપદાસ, સાધુ પ્રબોધજીવનદાસ તથા શ્રી લલિત પટેલના દાસનનું દાસએ જય સ્વામિનારાયણ સાથ પ્રેમપૂર્વક આમંત્રણ પાઠવ્યું હોવાનું શ્રી વિષ્ણુ પટેલની યાદીમાં જણાવાયું છે.

(9:21 pm IST)
  • આંતરાષ્ટ્રીય બજારમાં ૮'દિ ક્રુડના ભાવો બેરલ દીઠ ૫ ડોલર ઘટયાઃ ભારતમાં પેટ્રોલ-ડીઝલ સસ્તુ થવાને બદલે ૮'દિમાં ૨ રૂ. વધી ગયા :ફરી આજે પેટ્રોલમાં ૧ લીટરે ૧૨ પૈસા અને ડીઝલમાં ૨૮ પૈસાનો દિલ્હીમાં વધારોઃ મુંબઇમાં પેટ્રોલમાં ૧૨ અને ડીઝલમાં લીટરે ૨૯ પૈસા વધ્યા access_time 3:28 pm IST

  • જામખંભાળિયામાં મારામારીના કેસમાં નગરપાલિકાના પૂર્વ પ્રમુખ -ભાજપના નેતા અને જિલ્લા પંચાયતના સદસ્યના પતિને એક-એક વર્ષની સજા ફટકારતી અદાલત ;છ વર્ષ જુના કેસમાં ભાજપના આગેવાનને સજા ફટકારતા ખળભળાટ access_time 11:16 pm IST

  • ગુજરાતમાં 'લોબાન' વાવાઝોડાનો ખતરો? : દેશના દરિયાકાંઠાના તમામ રાજયો એલર્ટ : દરિયામાં ઉંચા મોજા ઉછળવાની શકયતા : અરબી સમુદ્રમાં સર્જાયુ સાયકલોનીક એર સરકયુલેશન : દક્ષિણ ગુજરાત ભારે પવન ફૂંકાવાની શકયતા : નેશનલ ઈમરજન્સી રિસ્યોન્સ સેન્ટરે આપ્યુ એલર્ટ : ૮૦ થી ૧૩૫ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે access_time 3:28 pm IST