Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

સાઉથ એશિયન ફોર બિડન કમપેનએ સુશ્રી નિક્કી હેલીની માફી માંગી : અમેરિકામાં વંશીય ભેદભાવ નથી તેવા સુશ્રી નિક્કીના વિધાન વિરુધ્ધ અનેક ડેમોક્રેટિક ભારતીયોએ અણછાજતી કોમેન્ટ કરી હતી : ટ્વીટર ઉપરથી કોમેન્ટ ડીલીટ કરી માફી માંગી

વોશિંગટન : અમેરિકામાં યોજાઈ ગયેલા રિપબ્લિકન પાર્ટીના રાષ્ટ્રીય અધિવેશનમાં યુ.એસ.ના યુ.એન.ખાતેના પૂર્વ એમ્બેસેડર ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી નીક્કી હેલીએ ઉદબોધન કર્યું હતું .જેમાં તેમણે પ્રસિડેન્ટ પદના હરીફ ડેમોક્રેટ ઉમેદવાર દ્વારા અમેરિકામાં વંશીય ભેદભાવ છે તેવા પ્રચારને રદિયો આપ્યો હતો.તથા જણાવ્યું હતું કે હું ઇન્ડિયન અમેરિકનની બેટી હોવાના નાતે ગૌરવ અનુભવું છું.મારા પિતા પણ પાઘડી પહેરતા હતા.અમે ક્યારેય વંશીય ભેદભાવનો અનુભવ કર્યો નથી.
પરંતુ તેમના આ વિધાનનો સાઉથ એશિયન ફોર બિડન કમપેનના અનેક ભારતીયોએ વિરોધ કર્યો હતો.તથા જુદી જુદી કોમેન્ટ કરી હતી.ટ્વીટર ઉપરની આ જુદી જુદી કોમેન્ટમાં જણાવાયા મુજબ તમે ભારતીય હોવા છતાં તમારું નામ નમ્રતામાંથી નિકકી કેમ  કરી નાખ્યું છે ? તમારા બાળકોનો ઉછેર પણ ભારતીય પદ્ધતિ મુજબ કેમ કરતા નથી ?  સહિતની કોમેન્ટ્સનો સમાવેશ થતો હતો.પરંતુ ઇન્ડિયન અમેરિકન નાગરિકો વચ્ચેના આપસી ભેદભાવ નિવારવાના હેતુથી આ કોમેન્ટ આગળ જતા ડીલીટ કરી નાખવામાં આવી હતી અને માફી માંગી લેવામાં આવી હતી તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:27 pm IST)