Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

''સાઉથ એશિઅન્શ ફોર ધ પિપલ'': અમેરિકાના પ્રેસિડન્ટ પદના ઉમેદવાર ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી કમલા હેરીસના ચૂંટણી પ્રચાર માટેનું લોંચીંગ

કેલિફોર્નિયાઃ અમેરિકાના કેલિફોર્નિયાના સેનેટર તથા ૨૦૨૦માં યોજાનારી પ્રેસિડન્ટ પદની ચૂંટણીના ડેમોક્રેટ ઉમેદવાર ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી કમલા હેરીસએ પોતાના ચૂંટણી પ્રચારને વેગ આપવા તથા સાઉથ એશિઅન અમેરિકન નાગરિકોનું સમર્થન મેળવવા ''સાઉથ  એશિઅન્શ ફોર ધ પિપલ''નું ૭ સપ્ટેં.૨૦૧૯ના રોજ લોન્ચીંગ કર્યુ છે.

ઇન્ડિયન અમેરિકન કેન્સર સ્પેશ્યાલીસ્ટ સ્વ.શિમલા ગોપાલનની પુત્રી સુશ્રી હેરિસએ લોંચીંગ સમયે પોતાની ભારતના ચેન્નાઇની મુલાકાતો યાદ કરી હતી. તેઓના દાદા સ્વાતંત્ર્ય સેનાની હતા. તથા તમામ માટે સમાનતાના હિમાયતી હતા. જેમાંથી તેમણે લોકશાહીની રક્ષાના મૂલ્યો ગ્રહણ કર્યા હોવાનું જણાવ્યું હતું.

આ પ્રસંગે ઇન્ડિયન અમેરિકન ગાયિકા સુશ્રી હરિની ક્રિશ્નનએ હાજરી આપી સુશ્રી હેરિસને સમર્થન આપવા સહુને અનુરોધ કર્યો હતો તેઓ પણ ચેન્નાઇના વતની છે. 

(8:44 pm IST)
  • રાત્રે 10-30 વાગ્યે રાજકોટની ભાગોળે કુવાડવાથી નવાગામ વચ્ચે ધીમીધારે વરસાદ ચાલુ : access_time 11:09 pm IST

  • સચિવાલય અનેવિધાનસભા માં પ્રવેશ લેવા માટે હેલ્મેટ અને સીટબેલ્ટ ફરજીયાત: ,સચિવાલય અને વિધાનસભાના તમામ ગેટ ઉપર હાથ ધરાશે ચેકીંગ access_time 8:56 pm IST

  • ૬ એકે ૪૭ સાથે ૩ આતંકી ઝડપાયાઃ જમ્મુ-કાશ્મીરમાં હથિયારો સાથે ૩ આતંકીની ધરપકડઃ આતંકીઓ પાસે ૬ એકે૪૭ રાઇફલ ઝડપાઇઃ ત્રણેય આતંકીઓ ટ્રકમાં જઇ રહયા હતાઃ લખનપુર પાસેથી ૩ આતંકીઓની ધરપકડ કરાઇઃ પંજાબથી કાશ્મીર જઇ રહયા હતા access_time 12:59 pm IST