Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

આઝાદી માત્ર અહિંસા અને સત્યાગ્રહથી નથી આવીઃ ભારતની સ્વતંત્રતામાં સુભાષચંદ્ર બોઝ સ્થાપિત ''આઝાદ હિન્દુ ફોઝ''નું મહત્વનું યોગદાન છેઃ અમેરિકામાં ૧૭ ઓગ.૨૦૧૯ના રોજ યોજાયેલી ઇન્ડિયા ડે પરેડ પ્રસંગે ભારતના પૂર્વ મેજર જનરલ શ્રી જી.ડી.બક્ષીનું ઉદબોધન

જયોર્જીયાઃ યુ.એસ.માં ફેડરેશન ઓફ ઇન્ડિયન અમેરિકન એશોશિએશન ઓફ જયોર્જીયા ગોકુલધામના ઉપક્રમે ૧૭ ઓગ.૨૦૧૯ના રોજ ભારતના ૭૩મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણીનાં ભાગ રૂપે ઇન્ડિયા ડે પરેડનું આયોજન કરાયું હતું. જેમાં કારગિલ વોરના હીરો પૂર્વ મેજર જનરલ શ્રી જી.ડી.બક્ષીએ ખાસ હાજરી આપી હતી.

શ્રી બક્ષીએ ઉજવણીના આગલા દિવસે ૧૬ ઓગ.૨૦૧૯ના રોજ NRI પલ્સ સાથેની મુલાકાતમાં ભારતના ભવ્ય ઇતિહાસ તથા લોકશાહીના સ્થાપન માટે શહીદ થયેલા સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કર્યા હતા.

આ તકે એટલાન્ટા ખાતેના ભારતના કોન્સ્યુલ જનરલ ડો.સ્વાતિ કુલકર્ણીના હસ્તે ધ્વજ વંદન કરાયું હતું. તથા સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજનો કરાયા હતા. તથા ૧૭ ઓગ.ના રોજ યોજાયેલી પરેડમાં પાંચ હજાર જેટલા લોકો જોડાયા હતા.

શ્રી બક્ષીએ ભારતની સ્વતંત્રતામાં સુભાષચંદ્ર બોઝ સ્થાપિત ઇન્ડિયન નેશનલ આર્મી (આઝાદ હિંદ ફોઝ)ના યોગદાનને ખાસ બિરદાવ્યું હતું તથા જણાવ્યું હતું કે આઝાદી માત્ર અહિંસા કે સત્યાગ્રહને કારણે નથી આવી.

(12:00 am IST)
  • વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને મળેલી ભેટ સોગાદોથી ડ્રોઈંગ રૂમને સજાવવાની તક : 14 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર 2019 દરમિયાન 2772 વસ્તુઓની ઓનલાઇન નીલામી : છેલ્લા 6 માસ દરમિયાન મળેલી ચાંદીની તલવાર ,મૂતિઓ , થ્રી ડી ઇમેજ ,સહીત દુર્લભ વસ્તુઓ વધુમાં વધુ કિંમત ચૂકવનારને અપાશે access_time 8:08 pm IST

  • મર્જર સામે બેંક યુનિયનોનું એલાન-એ-જંગઃ ૨૫થી ૨૭ સપ્ટેમ્બર હડતાલ ઉપર જવા ૪ યુનિયનોએ લીધો નિર્ણયઃ માસાંતે પાંચ દિવસ કામકાજ ખોરવાશેઃ નવેમ્બરમાં અનિશ્ચિત મુદ્દતની હડતાલની ચેતવણી access_time 4:03 pm IST

  • નવો મોટર વેહીકલ એક્ટ પશ્ચિમ બંગાળમાં લાગુ નહીં પડાય : ટ્રાફિક નિયમના ભંગ બદલ 10 ગણા દંડની જોગવાઈ ગેરવ્યાજબી : મુખ્ય મંત્રી મમતા બેનરજીની બગાવત access_time 8:10 pm IST