Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

અમેરિકાના પ્રેસિડન્ટ પદના ડેમોક્રેટ ઉમેદવાર જો બિડનના ચૂંટણી કમ્પૅનમાં શ્રી અમિત જાનીને મહત્વનો હોદ્દો : નેશનલ એશિયન અમેરિકન પેસિફિક આઇલેંડર ડિરેક્ટર તરીકે નિમણુંક : 16 સપ્ટેમ્બર 2019 થી જવાબદારી સંભાળી લેશે

દિપ્તીબેન જાની દ્વારા ,ન્યુજર્સી : અમેરિકામાં 2020 ની સાલમાં યોજાનારી પ્રેસિડન્ટ પદની ચૂંટણીના ઉમેદવાર તથા પૂર્વ વાઇસ પ્રેસિડન્ટ જો બિડને પોતાના ચૂંટણી કમ્પૅનમાં ઇન્ડિયન અમેરિકન યુવાન શ્રી અમિત જાનીને મહત્વના હોદા ઉપર લીધા છે.

હાલમાં ન્યુજર્સી ગવર્નર ફીલ મુર્થીના વહીવટી વિભાગ સાથે જોડાયેલા શ્રી જાની ને નેશનલ એશિયન અમેરિકન  પેસિફિક આઇલેંડર ડિરેક્ટર તરીકે નિમણુંક આપવામાં આવી છે.જે હોદા ઉપર તેઓ 16 સપ્ટેમ્બરથી જવાબદારી સંભાળશે તેવું તેમણે ન્યુ ઇન્ડિયા ટાઈમ્સને જણાવ્યું છે.

પ્રેસિડન્ટ પદના પ્રથમ રાઉન્ડની ડીબેટમાં શ્રી જાનીએ બિડેનને અગ્ર ક્રમે દર્શાવ્યા હતા તથા તેઓ સાઉથ એશિયન કોમ્યુનિટીમાં સૌથી વધુ લોકપ્રિય ઉમેદવાર હોવાનું જણાવ્યું હતું

આ અગાઉ ન્યુજર્સી ગવર્નર પદ માટેના મરફીના ચૂંટણી કમપેન ઉપરાંત સેનેટર બોબ મેનેનડેઝ ,તથા ન્યુજર્સી ડેમોક્રેટ સ્ટેટ  કમિટીમાં પણ શ્રી જાનીએ  એશિયન અમેરિકન એન્ડ પેસિફિક આઇલેંડર ડિરેક્ટર તરીકે જવાબદારી સંભાળી હતી.હવે તેઓ મહત્વની રાષ્ટ્રીય કક્ષાની  જવાબદારી સંભાળશે કે જ્યાં પ્રેસિડન્ટ પદના પ્રથમ 10 ડેમોક્રેટ ઉમેદવારોમાં અગ્ર સ્થાન ધરાવતા  જો બિડનનું ચૂંટણી કમપેન સંભાળશે

આ અગાઉ તેઓ કોંગ્રેસમેન ફ્રેન્ક પેલ્લોન ,કોંગ્રેસવુમન જ્યુડી ચુ ,તેમજ કોંગ્રેશનલ એશિયન પેસિફિક અમેરિકન કોકસમાં યશશ્વી કામગીરી બજાવી ચુક્યા છે.ઉપરાંત મિડલસેક્સ કાઉન્ટી ડેમોક્રેટ કમિટી માં મેમ્બર તરીકે કામગીરી બજાવી ચુક્યા છે.હાલમાં તેઓ એડવાઈઝરી બોર્ડ ફોર હડસન કાઉન્ટી સ્કૂલ્સ ઓફ ટેક્નોલોજી ફાઉન્ડેશનમાં સેવાઓ આપી રહ્યા છે.

2015 ની સાલમાં નોનપ્રોફિટ  ન્યુજર્સી લીડરશીપ પ્રોગ્રામ શરૂ કરવામાં પણ તેમનું મહત્વનું યોગદાન રહ્યું છે.જે અંતર્ગત તેઓ સાઉથ એશિયન યુવા સમૂહને સમર ઇન્ટરશીપ હેઠળ સ્થાનિક ગવર્મેન્ટ ,સ્કૂલ્સ ,તેમજ રાજકીય ફલક ઉપર અનુભવ અપાવવામાં નિમિત્ત બન્યા છે.રુટગર્સ યુનિવર્સીટીના ગ્રેજ્યુએટ શ્રી જાની ન્યૂજર્સીમાં " 30 અન્ડર 30 "માં પણ સ્થાન મેળવી ચુક્યા છે.

(12:16 pm IST)