Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

અમેરિકામાં શ્રી ક્રિષ્ના વૃંદાવનના ઉપક્રમે ગુરુ રાઘવેન્દ્ર સ્વામીનો ૩૪૮ મો આરાધના મહોત્સવ ઉજવાયોઃ ૧૬ ઓગસ્ટથી ૧૮ ઓગસ્ટ ર૦૧૯ દરમિયાન કરાયેલી ઉજવણી અંતર્ગત અભિષેક, પૂજા, પ્રસાદ તથા સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજનો કરાયા

         એટલાન્ટાઃ  યુ.એસ.ના એટલાન્ટામાં આવેલા શ્રી ક્રિષ્ના વૃંદાવનના ઉપક્રમે ૧૬ થી ૧૮ ઓગષ્ટ ર૦૧૯ દરમિયાન ગુરૂ રાઘવેન્દ્ર સ્વામીના ૩૪૮ માં આરાધના મહોત્સવની ઉજવણી કરી હતી. જેમાં શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળ દ્વારા મંત્રોચાર, કલાસિકસ મ્યુઝીક તથા ડાન્સ પ્રોગ્રામ રજુ કરાયા હતા.

         આ પ્રસંગે ૧૭ ઓગ. ના રોજ અભિષેક, રંગપૂજા પ્રસાદ સહિતના આયોજનમાં પ૦૦ જેટલા ભકતો જોડાયા હતા. ગુરુ રાઘવેન્દ્ર સ્વામીના જીવન અંગે માહિતી આપવામાં આવી હતી. તથા તેઓ આજે પણ વૃંદાવનમાં હાજરા હજુર રહી ભકતોને માર્ગદર્શન આપતા હોવાનું જણાવાયું હતુ. જયાં તેમણે સમાધિ લીધી હતી.

         ત્રિદિવસીય વિવિધ ધાર્મિક તથા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા.

(10:07 pm IST)
  • મર્જર સામે બેંક યુનિયનોનું એલાન-એ-જંગઃ ૨૫થી ૨૭ સપ્ટેમ્બર હડતાલ ઉપર જવા ૪ યુનિયનોએ લીધો નિર્ણયઃ માસાંતે પાંચ દિવસ કામકાજ ખોરવાશેઃ નવેમ્બરમાં અનિશ્ચિત મુદ્દતની હડતાલની ચેતવણી access_time 4:03 pm IST

  • રાત્રે 10-30 વાગ્યે રાજકોટની ભાગોળે કુવાડવાથી નવાગામ વચ્ચે ધીમીધારે વરસાદ ચાલુ : access_time 11:09 pm IST

  • હિન્દુસ્તાન પેટ્રોલીયમના પ્લાન્ટમાં મોટી દુર્ઘટનાઃ ટેન્ક આખી ફાટીઃ યુપીના ઉન્નવ પાસે કેટલાક ગામડાઓ ખાલી કરાવાયા access_time 12:26 pm IST