Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

" મહાત્મા ગાંધી મેમોરિયલ વ્યાખ્યાન માળા " : ઇન્ડિયન અમેરિકન સોસાયટીના ઉપક્રમે સાન ડિયેગોમાં યોજાઈ ગયેલો કાર્યક્રમ : 54 સ્ટુડન્ટ્સને 1 લાખ 10 હજાર ડોલરની સ્કોલરશીપ એનાયત

કેલિફોર્નિયા : યુ.એસ.ના સાન ડિયેગોમાં આવેલી કેલિફોર્નિયા યુનિવર્સીટી કેમ્પસમાં 17 ઓગસ્ટના રોજ ઇન્ડિયન અમેરિકન સોસાઈટીના ઉપક્રમે 36 મી વાર્ષિક મહાત્મા ગાંધી મેમોરિયલ વ્યાખ્યાન માળા યોજાઈ હતી.જેમાં સોસાઈટીના ફાઉન્ડર તથા એક્ઝિક્યુટિવ ડિરેક્ટર  87 વર્ષીય  ડો.મધુ માધવને ગાંધીજીના અહિંસાના સિદ્ધાંતોના વ્યાપ  માટે 10 સ્ટુડન્ટ્સને 1984 ની સાલમાં 5 હજાર ડોલરની  સ્કોલરશીપ અપાઈ હતી.જયારે આજે 54 સ્ટુડન્ટ્સને 1 લાખ 10 હજાર ડોલરની સ્કોલરશીપ અપાઈ રહી છે .

આ તકે સેલ્ફ રિઅલાઈઝેશન ફૅલોશિપના બ્રધર ચિદાનંદએ પણ હાજરી આપી હતી.તથા પરમહંસ યોગાનંદ અને ગાંધીજીના સિદ્ધાંતોમાં સમાનતા હોવાનું જણાવ્યું હતું

(7:16 pm IST)